<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

હાઇકોર્ટના પૂર્વ ન્‍યાયાધીશ જે. સી. ઉપાધ્‍યાયનું અવસાન

આજે સવારે અમદાવાદ ખાતે બેસણું યોજાયુ

 

 

રાજકોટ તા. ર૪ :.. ગુજરાત હાઇકોર્ટના પૂર્વ જસ્‍ટીશ શ્રી જે. સી. ઉપાધ્‍યાયનું તા. ર૧ ના અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું આજે સવારે અમદાવાદ ખાતે બેસણું રાખવામાં આવેલ હતું.

નિવૃત્ત થયા પછી હાલમાં તેઓ પાસા બોર્ડમાં જજ તરીકે ફરજ બજાવતા હતાં.

મુળ સોરઠ વાલમ બ્રાહ્મણ સતી માતાજી ઉપાધ્‍યાય પરિવાર મોવિયા (ગોંડલ),ના હાલ અમદાવાદ નિવાસી જનકભાઇ ચંદુલાલ ઉપાધ્‍યાય (જે. સી. ઉપાધ્‍યાય-નિવૃત્ત જજ ગુજરાત હાઇકોર્ટ)નું તા. ર૧ ના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્‌્‌ગતની સ્‍મશાન યાત્રા તા. રર ના રોજ સાંજે ૪ વાગ્‍યે તેમના નિવાસસસ્‍થાનેથી નીકળી થલતેજ સ્‍મશાન ગૃહ, એસ. જી. હાઇવે ગઇ હતી, આજે સોમવારે તેઓનું બેસણુ સવારના ૮ થી ૧૧ દરમ્‍યાન કોમન પ્‍લોટ લોન-૩૪, નીતિબાગ કો. ઓ. હાઉસિંગ સોસાયટી, ગુજરાત હાઇકોર્ટ સામે ઘાટલોડિયા, અમદાવાદ ખાતે રાખવામાં આવ્‍યું હતું. સદ્‌્‌ગત મુળ રાજકોટના વતની હોય રાજકોટ બાર એસો.ના સીનીયર - જુનિયર વકીલોએ સદ્‌્‌ગતને શોકાંજલી પાઠવી હતી.

(12:11 PM IST)