તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 24th March 2025
મુકુલ વાસનીકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીને લઈને બેઠકો યોજી
તા.૮ના રોજ સીડબલ્યુસીની બેઠકઃ તા.૯ના રોજ એઆઈસીસી પ્રતિનિધીઓનીસ મીટીંગઃ સોનીયા ગાંધી, મલ્લીકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહેશે : કોંગ્રેસનું અમદાવાદમાં તા.૮-૯ એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધિવેશન મળશે

અમદાવાદ, તા.૨૪: કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન તા.૭ થી ૯ એપ્રિલ દરમિયાન અમદાવાદ ખાતે યોજાવાનું છે. આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના મેનજમેન્ટ માટે વિવિધ ૧૮ સમિતિઓની રચના કરવામાં આવી છે.
જેમાં એકોમોડેશન કમિટી, સેશન વેન્યૂ કમિટી, કો-આર્ડિનેશન કમિટી અને રિસેપ્શન કમિટીનો સમાવેશ થાય છે. આ સમિતિઓમાં રાજ્યસભા સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાને મોટી જવાબદારી આપવામાં આવી છે.
આ રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી તથા સમિતિઓની કામગીરીને લઈ કોંગ્રેસના ગુજરાતનો પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા. તેમણે શાહીબાગ ખાતે સર્કિટ હાઉસમાં કોંગ્રેસના ૫૦ જેટલા આગેવાનો સાથે બપોરના ૧.૩૦ વાગ્યાથી ૩.૩૦ વાગ્યા સુધી બેઠક યોજી હતી. જેમાં અધિવેશનના આયોજનને લઈ માર્ગદર્શન આપ્યું હતું. ત્યાર બાદ વાસનિકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે કો-ઓર્ડિનેટર્સ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ૧૦૦ જેટલા કોંગી નેતા-કાર્યકરો હાજર રહ્યા હતા.
આ પહેલા ૧૯૬૧માં ભાવનગરમાં અધિવેશન યોજાયું હતું. આમ ૬૪ વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાશે. તેમાં પણ યોગાનુયોગ ૧૯૬૧માં ભાવનગરમાં અધિવેશન મળ્યું હતું અને આ વખતે ભાવનગરના વતની એવા શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ પદે છે.
લોકસભા ચૂંટણી-૨૦૨૪ બાદ રાહુલ ગાંધી જુલાઈ, ૨૦૨૪માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો તે રીતે ગુજરાતમાં પણ હરાવીશું.
કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન ૮ એપ્રિલે વિસ્તળત કોંગ્રેસ ર્વકિંગ કમિટીની બેઠક સાથે શરૂ થશે, જે પછી ૯ એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠક નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે.
આ ÀICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તળત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલ ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે ૧૯૨૪માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની ૧૦૦મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.
ગુજરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું ગળહરાજ્ય હોવાના કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે, જો આગળ વધવું હોય તો, ભાજપને ગુજરાતમાં હરાવવી પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. રાજ્યમાં ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭, ૨૦૨૨ એમ ૭ વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ ૨૬ લોકસભા બેઠકો પર પરાજય થયો હતો. જો કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રસને એક બેઠક મળી હતી.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
