તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 25th March 2025
નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખને વીજ ચોરી માટે ૨.૭૪ લાખનો દંડ ફટકાર્યો
પોલીસે અસામાજિક તત્વો સામે શરુ કરેલી ઝુંબેશ દરમ્યાન વીજ ચોરી પકડાઈ હતી

( ભરત શાહ દ્વારા ) નર્મદા પોલીસ અને વીજ કંપની એ હાથ ધરેલ ગેરકાયદે વીજ જોડાણો ના ચેકીંગ દરમ્યાન આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ની હોટલ તેમજ નિવાસ સ્થાને બે દિવસ અગાઉ વીજચોરી પકડાઈ હતી તે સંદર્ભે જાણવા મળ્યા મુજબ DGVCL તંત્ર એ નિરંજન વસાવાને લગભગ 2 લાખ 74 હજાર નો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે અને જ્યાં સુધી દંડ ની રકમ ભરપાઈ નહિ થાય ત્યાં સુધી નવું વીજ જોડાણ મળી શકશે નહિ
અત્રે નોંધનીય છે કે ગત વર્ષે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ પટેલની નાવરા ગામની દૂધ મંડળી માં પણ વીજ ચોરી પકડાતા વીજ કંપની એ લગભગ 6 લાખ રૂ પિયા નો દંડ ફટકાર્યો હતો. આમ રાજ્કારણીઓજ વીજચોરી કરતા હોવાની છાપ લોકો ના મગજ માં અંકિત થયેલી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
