News of Tuesday, 25th March 2025
આખરે તંત્ર જાગ્યું :નર્મદા પરિક્રમામાં રામપુરા રોડ પર આવેલ તૂટેલા ગરનાળાનું યુદ્ધના ધોરણે કામ શરૂ
ગત ચોમાસામાં તૂટેલું આ નાળું નહીં બનતા આ તરફથી જતા પરિક્રમાવાસીઓ માટે જીવલેણ બની શકે તેવા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ કામ શરૂ થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા પરિક્રમા શરૂ થવાને હવે ગણતરી ના દિવસો બાકી છે અને દર વર્ષે તંત્ર આ પરિક્રમામાં કોઈ અડચણ ન પડે એ માટે મિટિંગ માં આ રુટ યોગ્ય કરવાના દાવા કરે છે છતાં પરિક્રમા શરૂ થયા બાદ કોઈકને કોઈક મુશ્કેલી ઊભી થાય ત્યારે તંત્રના દાવા પોકળ જ સાબિત થયા છે, આગામી ૨૯ માર્ચથી નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે જેમાં કેટલીક ઠેકાણે રસ્તાના ઠેકાણા નથી તો કેટલાક રૂટ પર ગરનાળાની સમસ્યા હોય ખાસ કરીને રામપુરાથી સમારીયા તરફ જતા રોડ પર ખાડી ઉપર આવેલ ગરનાળુ ગત ચોમાસામાં તૂટી ગયું હતું જે અત્યારસુધી તૂટેલી હાલત માં જ હોય ત્યારે આ તરફથી જનાર પરિક્રમાવાસીઓ માટે આ નાળું જોખમી હોવાના અહેવાલ ગત ૧૬ તારીખે અમે પ્રસિદ્ધ કર્યા હતા સાથે સાથે રસ્તા પણ ધૂળિયા હોય જિલ્લા પંચાયત હસ્તક આવતું આ નાળું હજુ કેમ બન્યું નથી તેવા અહેવાલ બાદ તંત્રની આંખ ખુલી અને તાબડતોબ આ નાળું બનાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
જોકે આ અહેવાલ માટે અમે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સાથે ટેલિફોનીક વાત કરી ત્યારે તેમણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને બીજા દિવસે અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ હાલ કામગીરી શરૂ થઈ હોય ભક્તો માં ખુશી વ્યાપી છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
