<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચના કારણે આ રસ્તાઓ પર ડાવર્ઝન અપાયું

કેટલાક રસ્તાઓ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો : અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ પણ બહાર પાડ્યું

IPL 2025ની સિઝન ચાલી રહી છે. ત્યારે આજે 25 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધી ટક્કર જામશે. જે મેચ ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જે મેચને લઈ ખેલાડીઓ અમદાવાદમાં પણ આવી ગયા છે. ત્યારે આ મેચને લઈ અમદાવાદ શહેરના કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો કેટલાક રસ્તાઓ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. તો બીજી તરફ મેટ્રોનો સમય પણ લંબાવાયો છે.

  અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તારીખ 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ મેચ યોજાનારી છે. જેના પગલે GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

  શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

  તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે

(2:12 PM IST)