<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ગોધરા ઘનશ્‍યામ મહારાજના સુવર્ણ જ્‍યંતિ મહોત્‍સવના ઉપલક્ષમાં ૧૦૮ ભક્‍તો પદયાત્રા કરીને વડતાલમા આગમન

શ્‍યામવલ્લભ સ્‍વામી ઘનશ્‍યામ સ્‍વામી સાવદા, જયેન્‍દ્ર શાષાીજી, ઘનશ્‍યામ સ્‍વામી વગેરેએ વડતાલના પાદરે યાત્રીઓનું સ્‍વાગત કર્યું

વડતાલ, તા.૨પ : ગોધરા સ્‍વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સંકલ્‍પસિદ્ધ શ્રી ઘનશ્‍યામ મહારાજના સુવર્ણ જયંતી મહોત્‍સવના ઉપલક્ષમાં ગોધરાથી વડતાલ સુધીની ૧૦૮ ભક્‍તોની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે પદયાત્રા રવિવારે વડતાલ આવી પહોંચતા શ્‍યામવલ્લભ સ્‍વામી ઘનશ્‍યામ સ્‍વામી સાવદા, જયેન્‍દ્ર શાષાીજી, ઘનશ્‍યામ સ્‍વામી વગેરેએ વડતાલના પાદરે પૂષ્‍પમાળા પહેરાવી યાત્રીઓનું સ્‍વાગત કર્યું હતું. સંઘ મંદિરે આવી પહોંચતા પુનઃ સ્‍વાગત માટે ડો. સંત સ્‍વામી તથા શ્‍યામવલ્લભ સ્‍વામી દ્વારા સમારંભ યોજાયો હતો. જેમાં શાષાી સ્‍વામી પૂજ્‍ય નૌતમપ્રકાશદાસજી, રામપુરાના કોઠારી પી.પી.સ્‍વામી, બ્રહ્મચારી હરિસ્‍વરુપાનંદજી, શ્‍યામવલ્લભ સ્‍વામીએ અગ્રણી હરિભક્‍તોને પૂષ્‍પમાળા પહેરાવી સન્‍માન કર્યું હતું. પૂજ્‍ય નૌતમ સ્‍વામીજી તથા પી.પી.સ્‍વામીએ પદયાત્રાનું મહત્ત્વ સમજાવી ગોધરાના સત્‍સંગને બિરદાવ્‍યો હતો. તા. ૨૦મીએ ગોધરાથી પ્રસ્‍થાન થયેલો સંઘ તા.૨૩મીએ વડતાલ આવી પહોંચ્‍યો હતો.

(3:12 PM IST)