News of Tuesday, 25th March 2025
ગણોત વહીવટ અને ખેતીની જમીનને લગતા કેટલાક વહીવટી સુધારા માટે વિધેયક ગૃહમાં

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર , તા.૨૫: આવતીકાલે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક ૨૦૨૫ રજુ થશે.
ફેરફારના રજિસ્ટર અને હકપત્રને તેની વર્તમાન સ્થિતિમાં લાવવાના હેતુ માટે, ખાનગી જમીનોનું પૂરક સેટલમેન્ટ કરવા માટેની ખાસ જોગવાઈ કરીને, પરિવર્તનીય વિસ્તારોમાં આવેલી જમીનો પરના ફેરફારોનું રજિસ્ટર તૈયાર કરવા, તેને અદ્યતન કરવા અને તેની નિભાવણી કરવાના હેતુથી તેમજ અમુક મહેસૂલ કાયદાના ઉલ્લંઘનને કારણે ઊભી થતી નિર્દિષ્ટ કરેલી કાર્યવાહીની જોગવાઈ કરવા માટે, અને બીજા તમામ સરકારી લેણા વગેરે રકર્ડ પર લાવવાના હેતુ માટે તથા ખાતાની ચોક્કસ અને સાચી સ્થિતિને પણ રેકર્ડ પર લાવવાના હેતુ માટે તેમજ જમીન મહેસૂલના સેટલમેન્ટ, રૂપાંતરિત વેરાની ચૂકવણીના હેતુ માટે, આવી તમામ ધારણ કરેલી જમીનને રેકર્ડ પર લાવવા માટે, માંડવાળ ફી અને પ્રીમિયમની રકમ તથા બીજા સરકારી લેણાની ચૂકવણી માટે, સન ૨૦૧૭માં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯માં પ્રકરણ ૯-ક દાખલ કરવામાં આવ્યું છે. વિધેયક રજુ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂત જણાવ્યુ છે કે સદરહુ દૂરદર્શિતાને તેના તાર્કિક પરિણામ સુધી લઈ જવા અને જમીન મહેસૂલ રેકર્ડ પર લાવવાના હેતુ માટે, માંડવાળ ફી અને પ્રીમિયમની રકમ તથા બીજા સરકારી લેણાની ચૂકવણી થયેથી, પરિવર્તનીય વિસ્તારોમાં આવેલી જમીનોને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા માટે, સરકારને, ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯ ની કલમ ૧૨૫-છ-માં સુધારો કરવાનું જરૂરી જણાયું છે, જેથી કરીને અધિનિયમની કલમો ૬૬, ૭૯ક અથવા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ, ૧૯૪૮ની કલમ ૮૪-ગ અથવા ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ, ૧૯૫૮ની કલમ ૧૨૨ હેઠળની કાર્યવાહીઓ રદ થાય નહિ, તો તેની, પૂરક મહેસૂલ સેટલમેન્ટ પર અસર થશે. અને અધિનિયમની કલમ ૧૩૫-ગ હેઠળ હક સંપાદનની જાણ કરવા માટે ના-લેણા પ્રમાણપત્ર મેળવવા માટે અધિકળત મહેસૂલ અધિકારીને અરજી કરવાની દાવેદારની કાર્યવાહી માન્ય રહેશે. તેથી, ઉપર ઙ્કમાણેનો સુધારો કરવાનો એવો અર્થ થશે કે અન્ય અધિનિયમો હેઠળની બીજી કોઇપણ કાર્યવાહીઓ શરૂ કરવાની રહેશે નહિ કે ચાલુ રહેશે નહિ અને શરતોના અથવા જોગવાઇઓના ઉલ્લંઘનનો, અધિનિયમના પ્રકરણ ૯-ક હેઠળ નિર્ણય કરી શકાશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
