<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ઊંઝા મામલતદાર કચેરી પાસે ટ્રકના ટાયર નીચે વૃદ્ધ ચગદાઈ ગયા :કાળજું કંપાવતી ઘટના CCTVમાં કેદ

એક વૃદ્ધ ટેકા સાથે ધીમે-ધીમે રસ્તો પસાર કરતા હતા .પાછળથી ટ્રક નીકળવા જાય છે, ત્યારે જ વૃદ્ધ અચાનક જ પાછળની બાજુ ઢળી પડે છે,

મહેસાણાના ઊંઝાની મામલતદાર કચેરી પાસે એક અકસ્માત સર્જાયો. જેનો CCTV વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ ટેકા સાથે ધીમે-ધીમે રસ્તો પસાર કરી રહ્યા હોય છે. એવામાં પાછળ થી ટ્રક નીકળવા જાય છે, ત્યારે જ વૃદ્ધ અચાનક જ પાછળની બાજુ ઢળી પડે છે, અને ટ્રકના પાછળના ટાયરમાં આવી જાય છે જેથી વૃદ્ધનું મૃત્યુ થાય છે.

    CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, વૃદ્ધ ટ્રકની નીચે આવતા જ ડ્રાઈવર ટ્રકને ઊભો રાખી દે છે અને બધા દુકાનદારો દુકાનમાંથી નીકળીને ભેગા થઈ જાય છે. પરંતુ વૃદ્ધનું મોત થઈ ગયું હોય છે

  ગઈ કાલે જ એક કાર ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે ગુજરાતનો હોવાનો દાવો કરાઇ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકે છે કે, એક કાર અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત થાય છે. જેમાં કારચાલક બેફામ કાર હંકારીને બાઇકચાલકને અડફેટે લે છે. આ તરફ ચાલક બાઇક સાથે નીચે પડી ગયા બાદ પણ કારનો ચાલક પોતાનો કાર લઈને નાસી જાય છે. આ સમગ્ર ઘટના અન્ય એક કારના કેમેરામાં કેદ થઈ છે

 

(7:18 PM IST)