<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

સાબરકાંઠાના ઇડરમાં 15 લાખથી વધુની લૂંટ: બેંકમાં રોકડ રકમ ઉપાડીને જતો યુવાન લુંટાયો : સનસનાટી

બાઈક ઉપર આવેલા અજાણ્ય બે શખ્શો 15 લાખથી વધુ લુંટ ચલાવી ફરાર

સાબરકાંઠાના ઇડરમાં 15 લાખથી વધુની લૂંટનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ઇડરમાં પોલીસ મથકથી માત્ર 200 મીટરના અંતરે લાખોની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. બેંક નીચે ઓટો રીક્ષામાં બેસવા જતાં યુવાન પાસેથી આશરે 15 લાખ ઝૂંટવી અજાણ્યાં શખ્શો ફરાર થઇ ગયા છે. બપોરના સમયે બેંકમાં કેશ ઉપાડીને જતો યુવાન ઘરે જતો હતો તે દરમિયાન લૂંટનો બનાવ બન્યો હતો. એયુ સ્મોલ ફાઇનાન્સ તેમજ પંજાબ નેશનલ બેન્કમાંથી કેશ ઉપાડી જતો યુવાન સત્યમ ચોકડી પાસે લૂંટાયો હતો.

જો કે લૂંટની ઘટના સામે આવતા જ ઇડર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. યુવાને સમગ્ર મામલે ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથધરી છે. ઈડર સત્યમ ચોકડી પાસે આશરે 15 લાખની લુંટ થતાં પોલીસ તંત્ર દોડતું થયું છે.

(8:32 PM IST)