News of Tuesday, 25th March 2025
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
પંચનામુ કરીને અનાજનો સ્ટોક કર્યો સીઝઃઅધિકારીઓએ પંચનામુ કરીને અનાજનો સ્ટોક સીઝ કર્યો છે અનાજનો જથ્થો સરકારી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે

ખેડા ,તા.૨૫
ખેડા માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઈનડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા છે. જેમાં પુરવઠા અધિકારી અને માતર મામલતદારે દરોડા પાડ્યા છે.
૨૮૩ ટન ચોખા , ૬૩ ટન ઘઉં અને ૩૪ ટન બાજરી સીઝ કરવામાં આવી છે. સરકારી અનાજના શંકાસ્પદ જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે. ગોડાઉનમાં ચોખા- ઘઉં અને બાજરીના સ્ટોકનું પત્રક મળ્યુ નથી. અધિકારીઓએ પંચનામુ કરીને અનાજનો સ્ટોક સીઝ કર્યો છે. અનાજનો જથ્થો સરકારી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
પંચનામુ કરીને અનાજનો સ્ટોક કર્યો સીઝ
મહત્તવનું છે કે આ અગાઉ પણ અનેક વખત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સરકારી અનાજનું ગેરકાયદેસર વેચાણ થતુ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ખેડાના માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. જો કે અત્યારે સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી કે આ જથ્થો સરકારી અનાજનો છે કે અન્ય ખરીદવામાં આવેલું અનાજ છે. જો કે અધિકારીઓએ પંચનામુ કરીને અનાજનો સ્ટોક સીઝ કર્યો છે.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
