News of Tuesday, 25th March 2025
રાજપીપલા NCC એકેડમી દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

(ભરત શાહ દ્વારા )નર્મદા:ગુજરાત એનસીસી લીડરશીપ એકેડમી જીતનગર, રાજપીપલા દ્વારા 22 માર્ચ, 2025 આંતરરાષ્ટ્રીય જલ દિવસ પર સ્પીચ કોમ્પિટિશન એકેડમી દ્વારા યોજવામાં આવી હતી
પ્રાપ્ત માહિત મુજબ રાજપીપળા નજીક જીતનગર મુકામે આવેલ ગુજરાત NCC એકેડમી તરફથી જળ દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાન આયોજન કરવા માં આવ્યું હતું જેમાં છોટુભાઈ પુરાણી ડીગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, રાજપીપલા તથા એમ.આર. કોલેજના SW અને SD ઉપસ્થિત રહ્યા આ વકૃત્વ સ્પર્ધામાં " જળ હે તો જીવન હૈ" વક્તવ્યમાં વિજેતા તરીકે 1. માધવ જોગરાણા, 3. જુહી પટેલ, 4. નિધી ટંડેલ નાઓ એ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં જીવનમાં પાણીનું મહત્વ સમજાવી પાણીનો ઉપયોગ કરકસર રીતે કરી આવનાર ભવિષ્યને ઉજવળ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ પાણી બચાવવાના ઉપાયો વિશે જરૂરી સમજણ પૂરી પાડવામાં આવી હતી.
જેમાં 3GUJNCC.COYRajpipala દ્વારા ઇનામ તરીકે ડાયરી તેમજ પેન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
જે બદલ કોલેજના પ્રિન્સીપાલ ડૉ.હસમુખ પટેલ , NCC OFFICER ડૉ. વિજય પટેલ તથા સારસ્વત મિત્રો એ દરેક વિદ્યાર્થી મિત્રોને અભિનંદન પાઠવ્યાં
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
