<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજપીપળા અને આમલેથા પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ પકડી ત્રણ વિરુદ્ધ ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા અને આમલેથા પોલીસે બે અલગ અલગ જગ્યાઓ પરથી ચેકીંગ દરમિયાન અંગ્રેજી દારૂના જથ્થો પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

     પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસ ચેકીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે નજીકના વાવડી ગામના કંગાલ ફળિયામાં અંગ્રેજી દારૂ રાખનાર ગણપત ઉર્ફે અંકુરભાઈ બચુભાઈ વસાવા(રહે.વાવડી.કંગાલ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )એ પોતાના ઘરના બીજા રૂમના ખુણાના ભાગે એક પ્લાસ્ટીકની થેલીમાં ઈગ્લીશ દારૂના રોયલ બ્લ્યુ વિસ્કી ગોવાની બનાવટની ૧૮૦ મી.લી ની નંગ-૫૨ મળી આવેલ જેની કુલ કિ.રૂ.૫૨૦૦/- તથા બીજી બ્રાન્ડની ગોવા વિસ્કીના છુટા નંગ-૧૧ મળી આવેલ જેની કુલ કિ.રૂ.૧૧૦૦/- મળી કુલ રૂ.૬૩૦૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી પકડાઈ ગયો હતો.
  જ્યારે આમલેથા પોલીસે ચેકીંગ દરમિયાન સંજય છત્રસીગભા ઇ વસાવા, (રહે.બોરીન્દ્રા (મોવી) તા. નાંદોદ જી.નર્મદા )એ પોતાના કબ્જામાની મોટરસાયકલ ના આગળના ભાગે સ્કુલ બેગમાં વ્હીસ્કીના ૧૮૦ મીલીના કવાટરીયા કુલ નંગ-૪૮ કિ.રૂ.૪૮૦૦ તથા મો.સા.ની સાઇડમાં બાધેલ વિમલ થેલામાં 750 ML હોલ કુલ નંગ-૧૨ કિ.રૂ. ૭, ૩૨૦ તેમજ મોબાઇલ નંગ-૦ ૧ કિ.રૂ.૫૦૦૦- તથા મો.સા. નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦ એમ કુલ કિ.રૂ.૨૭, ૧૨૦-નો પ્રોહી. મુદામાલ રાખી વાહતુક કરી લઇ આવી રાજપીપલા મા કોઈને આપવા જતા પકડાઈ ગયો હતો પોલીસે દારૂ લાવનાર અને જેને આપવાનો હતો તે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આમ રાજપીપળા અને આમલેથા પોલીસે કુલ ત્રણ વિરુદ્ધ પ્રોહી. ના ગુના નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:46 PM IST)