<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

નર્મદામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીનો હપ્તો બીજા ગામના વ્યક્તિના ખાતામાં જમા થતા ભ્રષ્ટાચાર ની ગંધ

પંચાયત હસ્તક આવતી આ યોજનામાં જુનાઘાંટા ના લાભાર્થીને લાભ મળ્યો પરંતુ તેનો પહેલો 30 હજારના હપ્તો હાંડી ગામના વ્યક્તિના ખાતામાં કઈ રીતે જમા થયો...?

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત હસ્તક ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીને મકાન બનાવવા માટે રૂ.૧.૨૦ લાખ જેવી સહાય મળે છે પરંતુ કેટલાક ગામોમાં અમુકની મિલીભાગથી કેટલાક લાભાર્થીઓ સાથે અન્યાય થાય છે અને અમુક લાભાર્થીઓએ તો લાભ લીધો નહી હોવા છતાં ઓનલાઇનમાં તેમનું નામ બોલે છે ત્યારે બીજા ના નામ ઉપર અન્ય વ્યક્તિઓ ને લાભ અપાવી કેટલાક મળતિયાઓ પોતાનો અંગત ફાયદો કરતા હોવાની વારંવાર બુમ આ જિલ્લામાં સંભળાઈ છે અને હાલમાં નાંદોદ તાલુકાના જૂનાઘાંટા ગામના લાભાર્થી વિજયભાઈ સોમાભાઈ વસાવા(રહે. જુનાઘાંટા (નીચલુ ફળીયુ) તા: નાંદોદ, જી: નર્મદા )નાઓને કડવો અનુભવ થયો તેમણે દોઢેક વર્ષ પર આવાસ યોજના ના લાભ મળ્યો પરંતુ તેમનો પહેલો 30 હજાર ના હપ્તો વિજયભાઈ બીજલભાઈ વસાવા(રહે, હાંડી, તા. નાંદોદ, જી:-નર્મદા )ના બેંક ખાતામાં જમા થયો ત્યારબાદ અવાર નવાર જૂનાઘાટાના લાભાર્થી એ લાગતા વળગતા અધિકારીઓ ને રજૂઆતો કરી પરંતુ કોઈજ પગલા લેવાયા નથી, જોકે આ લાભાર્થી નો બીજો 80 હજાર નૉ હપ્તો તેમના પોતાના ખાતા માં જમા થયો પરંતુ પહેલા 30 હજારના હપ્તા માટે તેઓ આજે પણ ધક્કા ખાઈ રહ્યા છે. આજે પણ તેઓએ નર્મદા જિલ્લા કલેક્ટર ને આ માટે લેખિત રજૂઆત કરી છે અને દોઢ વર્ષ માં અનેકવાર રજુઆતો કરવા છતાં તેમના 30 હજાર ના હપ્તા નું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી.
સરકાર ગરીબોને પોતાના મકાન મળે તેવા સારા આશય થી આવી યોજનાઓ અમલ માં મૂકે છે પરંતુ કેટલાક મળતિયાઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓ ના કારણે જરૂરી લાભાર્થીઓ ને યોજના નો પૂરેપૂરો લાભ મળતો નથી. માટે કલેક્ટર આ મુદ્દે ઘટતું કરે તેવી લાભાર્થી આશા સેવી રહ્યા છે

(10:58 PM IST)