<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

હું તારા ડરથી આપઘાત કરીશ.. તારું નામ લખતો જઈશ : વડતાલના એક માથાભારે શખ્સે પીઆઈને ધમકી આપી

વડતાલના કુખ્યાત મહેશ રબારી નામના શખ્સે પોતાની ધરપકડ ન થાય તે માટે વિચિત્ર કિમિયો અમજાવ્યો

વડતાલ :આરોપીઓ હવે પીઆઇ કક્ષના અધિકારીને ધમકી આપતા પણ ડરતા નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વડતાલના એક માથાભારે શખ્સે પીઆઈને ધમકી આપી હતી. જેમાં તેણે કહ્યું કે, હું તારા ડરથી આપઘાત કરી લઇશ. સુસાઇડ નોટમાં તારુ નામ લખતો જઇશ.

   વડતાલના કુખ્યાત મહેશ રબારી નામના શખ્સે પોતાની ધરપકડ ન થાય તે માટે વિચિત્ર કિમિયો અમજાવ્યો હતો. પોતાની ધરપકડ અટકાવવા વડતાલ પીઆઈને મહેશ રબારી નામના વ્યક્તિએ વોટ્સએપ પર ધમકી આપી હતી. મહેશ રબારીએ કહ્યું કે, 'તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે'. વડતાલ પોલીસે હાલ તો સમગ્ર મામલે મહેશ રબારી સામે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે ખેડા DSP એ પણ નિવેદન આપ્યું હતું.

  ખેડા ડીએસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, આરોપી મહેશ રબારી વિરુદ્ધ સજા માટેના, તેને ધરપકડ કરવાના વોરંટ આવેલા છે. વોરંટની બજવણી કરવા પોલીસ જાય ત્યારે તે ગેરહાજર હોય છે. આરોપી આત્મહત્યાની ધમકી આપી ફરજમાં રૂકાવટ બદલ BNS 226 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જે ગુનો દાખલ થયો છે તેમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો તે કોઈ પણ પ્રકારના માનસિક તણાવ કે માનસિક તકલીફમાં હશે તો પોલીસ કાઉન્સેલિંગ આપવા માટે ચોક્કસથી મદદ કરવામાં આવશે

 

 

(12:19 AM IST)