News of Wednesday, 26th March 2025
ગુજરાત હાઇકોર્ટમાં 55 મદદનીશ સરકારી વકીલની નિમણુંક
મદદનીશ સરકારી વકીલોની નિમણુંકમાં 25થી વધુ મહિલા વકીલોને એજીપી તરીકે નિમણૂંક અપાઇ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં પંચાવન મદદનીશ સરકારી વકીલોની નિમણુંક કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કાયદા અધિકારી (નિમણૂંક) અને સેવાની શરતો) અને સરકારના કાયદા વિષયક કાર્યના સંચાલન નિયમો,2009ના નિયમ 4(1) અન્વયે કરવામાં આવ્યો છે.
આ નિર્ણયમાં મોટી સંખ્યામાં મહિલા વકીલોનો સમાવેશ થાય છે. નિમણુંકમાં લગભગ અડધોઅડધ સ્થાન એટલે કે, 25થી વધુ મહિલા વકીલોને એજીપી તરીકે નિમણૂંક અપાઇ છે. સરકાર દ્વારા નિમણુંક કરાયેલા મદદનીશ સરકારી વકીલોમાં અભિષેક જૈન, અજ્ઞોય ભાવેશ માંકડ, ઐશ્ર્વર્યા ચૌધરી, અંગેશ અમિત પંચાલ, અંકિતા રાજપૂત, અંતરીક્ષ કાપડિયા, ભાવેશ દેસાઇ, ભૂમિ ગાંધી, બ્રિજેનસિંઘ ઠાકુર, ચિરાગ બી. ઉપાધ્યાય, દેવાંશી પટેલ, દેવાંશીબા રાણા, ધવલ પરમાર, ધવલ ત્રિવેદી, ધૃતિ પંડયા, દીક્ષા પંડયા, ફોરમ શાહ, ફોરમ સુખડવાલા, હર્ષ નરેશચંદ્ર શાહ, હર્ષવર્ધન શર્માનો સમાવેશ થાય છે.
આ સિવાય હેમાલી સોની, હેનીલ મેહુલ શાહ, હિમાની શાહ, જાગૃતિ જીતેન બુધ્ધભટ્ટી, જય કિશોર બારોટ, જીત જોટંગીયા, જીનલ જોષી, જવલંત વોરા, કિંજલ વ્યાસ, ક્રિષ્ના દેસાઇ, માલવિકા દિનેશપ્રતાપ સિંઘ, મિત્રજીત શુકલા, મિતુલ ગૌતમ, મૃણાલ ઢોલરિયા, નાગરાજ ખચર, નાલંદા આચાર્ય, નમ્રતા ભટ્ટ, નિમિષા પારેખ, પાર્થ પટેલ, પૂજા ચૌધરી, રાહુલ દવે, રાજવી શાહ, શૈલેષ દેસાઇ, શૌનક વ્યાસ, શિવમ પરીખ, શિવાંગી વ્યાસ, સિધ્ધાર્થ દેસાઇ, સ્વીટી સમારા, ઉર્વશી પુરોહિત, વૈભવ શર્મા, વૈષ્ણવી વર્મા, વનિતા ભારવાની, વેણુગોપાલ પટેલ, વિરાજ શાહ, વિશ્વેશ પૂજારાનો સમાવેશ થાય છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
