<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગુજરાત પર ફરી માવઠું મંડરાશે :એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે.:અંબાલાલ પટેલની આગાહી

29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતા

અમદાવાદ: રાજ્યમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ મહત્તમ તાપમાન વધી રહ્યું છે. કાળઝાળ ગરમીના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. આગામી ચાર દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે જેના કારણે અકળામણ અનુભવાશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રીએ પહોંચ્યું છે. 

 દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે  હવે ગરમી ધીમે-ધીમે વધતી જશે. 24મી માર્ચ સુધીમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન 38થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે. 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે

   એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્ય પ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે છે.

  19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઈ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

 

(1:57 PM IST)