<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગુજરાત યુનિવર્સીટીમાં ભરતી :અમદાવાદમાં સારા પગારની નોકરીઓની તક: જાણો કી રીતે કરવી અરજી સહિતની વિગત

ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત જાણો મહત્વની માહિતી

અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ટિચિંગ, નોન ટિચિંગ અને ટેક્નિકલ સ્ટાફ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ પોસ્ટની કુલ 39 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ સત્તાવાર સાઈટનો સંપર્ક કરવો

 

ગુજરાત યુનિવર્સિટી ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત યુનિવર્સિટીપોસ્ટટિચિંગ, નોન ટિચિંગ અને ટેક્નિકલ સ્ટાફજગ્યા39વય મર્યાદાવિવિધએપ્લિકેશન મોડઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ11-4-2025ક્યાં અરજી કરવીhttps://gujaratuniversityrec.samarth.edu.in/.. https://gujaratuniversitynt.samarth.edu.in/

ગુજરાત યુનિવર્સિટી ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યાએસોસિએટ પ્રોફેસર4એસો.પ્રોફેસર અને ડેપ્યુટી ડિરેક્ટોર1આસિસ્ટન્ટ પ્રોફેસર12આસિ. પ્રોફેસર અને આસિ. ડિરેક્ટર1ડેપ્યુટી રજીસ્ટાર1આસિસ્ટન્ટ રજીસ્ટાર1સેક્શન ઓફિસર1આસિસ્ટન્ટ3કમ્યુટર ઓપરેટર2મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ2ટેક્નિકલ મેનેજર(પ્રોડક્શન)1ટેક્નિકલ એસોસિએટ(ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ એન્ડ એડિટિંગ)1ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ)1ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો એડિટિંગ)1ટેક્નિકલ મેનેજર (LMS and Data મેનેજમેન્ટ)1ટેક્નિકલ આસિસ્ટન્ટ (LMS and Data મેનેજમેન્ટ)2ટેક્નિકલ મેનેજર એડમિશન1ટેક્નિકલ આસિસ્ટન્ટ એડમિશન2કુલ39

શૈક્ષણિક લાયકાત

ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. આ માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો સંસ્થાએ વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. તો ઉમેદવારોએ વિગતવાર માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા

ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો વિવિધ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં મહત્તમ ઉંમર 45 વર્ષ છે.

પગાર ધોરણ

પોસ્ટપગાર (રૂપિયામાં)એસોસિએટ પ્રોફેસર1,31,400 – 217,100એસો.પ્રોફેસર અને ડેપ્યુટી ડિરેક્ટોર1,31,400 – 217,100આસિસ્ટન્ટ પ્રોફેસર57,700 – 1,82,400આસિ. પ્રોફેસર અને આસિ. ડિરેક્ટર57,700 – 1,82,400ડેપ્યુટી રજીસ્ટાર67,700 – 2,08,700આસિસ્ટન્ટ રજીસ્ટાર56,100 -1,77,500સેક્શન ઓફિસર44,900 – 1,42,400આસિસ્ટન્ટ35,400-1,12,400કમ્યુટર ઓપરેટર29,200 – 92,300મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ14,800 – 47,100ટેક્નિકલ મેનેજર(પ્રોડક્શન)56100 – 177500ટેક્નિકલ એસોસિએટ(ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ એન્ડ એડિટિંગ)35400-112400ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ)35400-112400ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઓડિયો-વીડિયો એડિટિંગ)35400-112400ટેક્નિકલ મેનેજર (LMS and Data મેનેજમેન્ટ)56100 – 177500ટેક્નિકલ આસિસ્ટન્ટ (LMS and Data મેનેજમેન્ટ)35400-112400ટેક્નિકલ મેનેજર એડમિશન56100 – 177500ટેક્નિકલ આસિસ્ટન્ટ એડમિશન35400-112400

અરજી ફી

ગુજરાત યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી ફીની વાત કરીએ તો ડેપ્યુટેશન પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોને 750 રૂપિયા અને કોન્ટ્રાક્ટ નોન ટિચિંગ પોસ્ટ પર અરજી કરનાર ઉમેદવારોએ 450 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.

અરજી કેવી રીતે કરવી

શિક્ષણ માટે પ્રતિનિયુક્તિની જગ્યાઓ માટે અરજી કરતા તમામ ઉમેદવારો https://gujaratuniversityrec.samarth.edu.in/ વેબસાઈટ પર ઑનલાઇન અરજી કરી શકશે

કરાર આધારિત બિન-શિક્ષણની જગ્યાઓ માટે અરજી કરતા તમામ ઉમેદવારો https://gujaratuniversitynt.samarth.edu.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે

(2:09 PM IST)