<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

કાયદાનો ગેર ઉપયોગ કરી ખંડણી માગવા સામે પગલાંનો આક ૬૦ને વટાવી ગયો..એક સાપ્તાહિકની માન્યતા રદ કરવા દિલ્હી સુધી રજૂઆત

મહાનગરપાલિકા, ઇલેકિટ્રક બોર્ડમાં સંખ્યાબંધ અરજીઓ દ્વારા દબાણ ઉભુ કરેલ, મકાન પડાવી નાખવા ધમકી, ખંડણી માંગનાર આરટીઆઇ એકટીવિસ્ટ સામે પોલીસ આકરા પાણીએ :નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન અંતર્ગત ગાંજાનો જથ્થો પકડાયો. ડીસીપી ભગીરથ ગઢવી ટીમને સફળતા. પોલીસ કમિશનરે અનુપમસિંહ ગેહલોત ટીમ તમામ મોરચે લડી રહી છે. હર્ષભાઈ સંઘવી દ્વારા હર્ષભેર નોંધ લેવાઈ

રાજકોટ તા.૨૬: સુરત શહેરમાં બિલ્ડર, વ્યપારીઓ, અને વિવિધ વર્ગના લોકોને આરટીઆઇ એકિટવિસ્ટ નામે બ્લેકમેઇલ કરી, મકાનો પડાવી નાખવાની ધમકી આપી મોટી રકમ પડાવવાનાં આ કૃત્યમાં કેટલાક કહેવાતા પત્રકારો પણ સામેલ હોવાની રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સુધી ફરિયાદ જાતે તેઓએ આ મામલે પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનું ધ્યાન દોરતાં sog DCP રાજદીપસિહ નકુમ ટીમ દ્વારા અંદાજે ૬૦ જેટલા લોકો સામે કાર્યવાહી કરવા સાથે એક પત્રકાર સામે પાસા નીચે કાર્યવાહી કરવાની શૃંખલામાં વધુ એક આરટીઆઇ એકટીવિસ્ટ સામે કાયદાકીય કાર્યવાહી થયાનું સુરત ડીસીપી ભગીરથ ગઢવીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે. Pcb પીઆઇ આર. એસ. સુવેરાએ એક ન્યૂઝ સાપ્તાહિકના માન્યતા રદ કરવા કલેકટર તંત્ર માફક દિલ્હી RNI માં કાર્યવાહી ઉચ્ચ અધિકારીના આદેશથી થયેલ છે તેમ જણાવ્યું છે.

Dcp ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર આરટીઆઇ એકટીવિસ્ટ નામે ધમકી આપી ખંડણી માંગવાના આરોપ અંગેની ફરિયાદ બાદ સચિન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ ભેગા મળી એક ચેરીટેબલ ટ્રસ્ટ રચી ધમકી આપતા પોલીસ ઇન્સ્પેકટર આર જે. ચુડાસમાં અને પીઆઇ એચ.જે સોલંકી દ્વારા આરોપી દ્વારા મહાનગરપાલિકામાં દબાણ ઉભુ કરવા ઘણી અરજીઓ કરવા સાથે ઇલેકિટ્રક વિભાગમાં અડધો ડઝન અરજીઓ કરેલ. અર્જુનસિંહ સોલંકી સામે પોલિસે કાયદેસર કાર્યવાહી કરી છે. સુરત પોલીસના આ સપાટાથી સન્નાટો વ્યાપી ગયો છે. ટુંક સમયમાં આખા ગુજરાતમાં આવી કાર્યવાહી શરૂ  થનાર છે.

વિવિધ ક્ષેત્રોના લોકોના સહકારથી ચાલતાનો ડૃગ્સ ઈન સુરત અભિયાન પોલીસ કમિશનર અનૂપમસિહ ગેહલોત અને સેકટર વડા,૨ નાં આદેશથી ચાલી રહ્યું છે તેમાં પણ વધુ એક સફળતા મળી હોવાનું ડીસીપી ભગીરથ ગઢવી કે જેના નેતૃત્વમાં આખું અભિયાન શરૂ  થયું છે. તેમના દ્વારા જણાવાયું છે.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર આર. જે. ચુડાસમા સહિતનાઓએ સર્વેલન્સ સ્ટાફના પો. સ. ઇ. જે. એલ. ચંપાવત તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને એનડીપીના ગુનાઓ શોધી કાઢવા જરૂ રી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે સવેલન્સ સ્ટાફના અ. હે. કો. જયદેવ ગોકુળભાઇ બ. નં. ર૪૩૧ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકિકત આધારે ડીંડોલી નવાગામ બિલીયાનગર ઘર નં. ૧ર૩ ખાતેથી એક ઇસમ નામે દિનેશ બોઘાભાઇ ભરવાડ પાસેથી ૭ કિલો ૯પ૬ ગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂ પિયા ૭૯,પ૮૦ સાથે પકડી પાડેલ છે.

(2:57 PM IST)