News of Wednesday, 26th March 2025
ASIને કેન્સરનું નિદાન થતાં અમદાવાદ સીપી તેમના ઘેર પહોંચી પરિવારને હિંમત આપી
પોલીસ પાસે કડકાઇથી કામ લેતા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકનુ બીજું સ્વરૂપ આવું પણ છે લોકો ચારે તરફથી નિરાશ થઈને પોલીસ પાસે આવે છે, આવા સમયે તેમને શાંતિથી સંભાળી લ્યો ત્યારે જ અડધું દુઃખ દૂર થાય છે, પોલીસ લાઇનની મુલાકાત લીધી, પ્રશ્નોની નોંધ કરાવી, આખા અમદાવાદમાં મેસેજ વાયરલ થયા

રાજકોટ તા.૨૬: અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા સમયાંતરે એક જમાનામાં ક્રાઇમ બ્રાન્ચમાં રૂબરૂ તેડાવી તેની પૂછપરછ, હાલની પ્રવળતિ, તેના રહેઠાણ પર ક્રોસ ચેકીંગ જેવી પદ્ધતિ ફરી શરૂ કરાવી અને બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ રૂબરૂ પોહચી તમામ રીઢા ગુનેગારોની જાતે પૂછપરછ કરતાં પોલીસ પણ હવે ખરા અર્થમાં એલર્ટ મોડમાં આવી છે. તેમણે પોલીસને કહ્યું કે, ગુનેગારો પોલિસનાં નામથી ફાટી પડે તેવી ધાક હોવી જોઈએ. ભૂતકાળમાં મોટાં ગેંગસ્ટરોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધંધા અને શહેર છોડવા મજબૂર કર્યાનાં દાખલા આપેલ. તેવોએ જણાવેલ કે હું આવી પોલીસનો હિસ્સો હતો,. મારો સ્ટાફ આવો હોવો જોઈએ. તમે સાચા હશો અને કોઈ પ્રશ્ન ઊભા થાસે તો હું તમારી પડખે ઉભો રહીશ.
આ દરમિયાન રીડર બ્રાન્ચના એક એ.એસ.આઇ. રામસિંગભાઇ વસાવાને કેન્સર ડિટેકટ થતાં તેમના ઘેર તેમના ખબર અંતર પૂછવા પહોંચી પરિવાર સાથે ચર્ચા કરી હિંમત આપી હતી. પોલીસ કમિશનર દ્વારા ઓઢવ પોલીસ લાઈનની મુલાકાત લીધી હતી. અને પોલીસ પરિવારની સમસ્યાઓ જાણી હતી. આ મુલાકાત સાથે ઓઢવ પોલીસ મથકની મુલાકાત લીધી હતી. અહી લોકોની રજુઆત શાંતિથી સાંભળવા, તેમની સાથે સારું વર્તન કરવા શીખ આપેલ. જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકે પોલીસ સ્ટાફને જણાવેલ કે, લોકો પાસે કોઈ વિકલ્પ ન હોય ત્યારે પોલીસ પાસે મોટી આશા રાખી આવે છે. તેમને આશ્વાસન આપી તેમની સમસ્યા સાંભળો તો તેમનું અર્ધું દુઃખ દૂર થાય છે. આ પદ્ધતિ દબાણથી નહિ દિલથી અપનાવો
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
