આનંદો...કેરળમાં નૈઋત્ય ચોમાસાનું શાહી આગમન : મૂકો લાપસીનાં આંધણ : ગુજરાત સહિત દેશભરમાં હવે વરસાદ ઢુંકડો : ચોમાસુ ૮ દિવસ વ્હેલુ બેસતા ખેડૂતો - લોકોના હૈયે ટાઢક : ૧૬ વર્ષમાં પહેલી ઘટના : સામાન્ય રીતે ૧લી જુને ચોમાસુ બેસતું હોય છે : કેરળના અનેક જીલ્લાઓમાં વરસાદ : હવે ચોમાસુ આગળ ધપશે : ૧૫મીની આસપાસ ગુજરાતમાં આગમન2:26 PM IST
મહારાષ્ટ્રથી દિલ્હી સુધી હોસ્પિટલો એલર્ટ કોરોનાઃ ઓક્સિજન, દવાઓ, બેડ બધું તૈયાર... : મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, યુપી જેવા રાજ્યોમાં પણ કેસ વધવા લાગ્યા છેઃ કોરોનાનો નવો પ્રકાર JN.1 હવે ધીમે ધીમે ફેલાઈ રહ્યો છેઃ આપણે ફરી એકવાર જવાબદારીપૂર્વક કાર્ય કરવું પડશેઃ સાવચેત રહો, સતર્ક રહો અને ફરી એકવાર કોરોનાને હરાવો... : દિલ્હીમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક એડવાઈઝરી જારી કરીઃ મહારાષ્ટ્રમાં ૩૫ નવા કેસ, ચિંતા વધારી રહ્યા છેઃ ગુજરાતમાં ૧૫ નવા કેસ નોંધાયા10:34 AM IST
ઇન્દીરા સરકારે ૧૯૬૮માં કચ્છના રણની જમીન પાકિસ્તાનને ‘‘ભેટ'' આપી 'તી : ભાજપના સંસદ સભ્ય નિશિકાંત દુબેનો સનસનીખેજ ધડાકોઃ એ વખતે ૮૨૮ કિ.મી.નો વિસ્તાર દુશ્મનને ભેટ ઘરી દીધો'તો : ભારતે ૧૯૬૫માં જંગમાં તો વિજય મેળવ્યો હતો પણ ૧૯૬૮માં જમીનની લ્હાણી કરી હતીઃ સંસદનો વિરોધ પણ નકારવામાં આવ્યો હતો10:57 AM IST
શીખ ભક્તોના આસ્થાના કેન્દ્ર અને ઉચ્ચ હિમાલયમાં સ્થિત પવિત્ર યાત્રાધામ શ્રી હેમકુંડ સાહિબના દરવાજા કાલે ખુલશે, વિડિઓમાં જુઓ શણગાર : શ્રદ્ધાળુઓમાં ખુબ જ ઉત્સાહ, 67,377 યાત્રાળુઓની નોંધણી, 4,800 થી વધુ યાત્રાળુઓએ પ્રથમ દિવસના દર્શન માટે કરાવી નોંધણી: 3,500 થી વધુ યાત્રાળુઓ પહોંચ્યા ગોવિંદઘાટ12:19 AM IST
હીરો મોટોકોર્પ 1 જુલાઈએ બે નવા વિડા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે, જેની કિંમત ખૂબ ઓછી હશે : કંપની દર મહિને 7,000 ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરી રહી છે. નવા મોડલના લોન્ચ પછી, એ દર મહિને 15,000 યુનિટ સુધી પહોંચી શકે છે. હાલમાં, Vida પાસે 203 ટચપોઇન્ટ છે, જેમાંથી 180 ડીલરશીપ 116 શહેરોમાં છે.12:18 AM IST
જ્યારે દરેક રાજ્યનો વિકાસ થશે, ત્યારે જ ભારતનો વિકાસ થશે: પીએમ મોદીએ નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં કહ્યું : પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને 'ટીમ ઇન્ડિયા' ની જેમ સાથે મળીને કામ કરવા કરી વિનંતી: "આપણે વિકાસની ગતિને વેગ આપવી પડશે. જો સાથે મળીને કામ કરીશું, તો કોઈ પણ લક્ષ્ય અશક્ય રહેશે નહીં."12:17 AM IST
કોચી નજીક દરિયામાં ડૂબવા લાગ્યું વિદેશી જહાજ: દેવદૂત બનીને પહોંચ્યું ભારતીય કોસ્ટ ગાર્ડ:તમામના બચાવ્યા જીવ : કોચી કિનારે MSC એલ્સા 3 નામનું એક વિશાળ લાઇબેરિયન ધ્વજવાળું કન્ટેનર જહાજે સંતુલન ગુમાવ્યું :ભારતીય કોસ્ટ ગાર્ડે 26 ડિગ્રી નમેલા જહાજમાંથી 21 ક્રૂ સભ્યોને બચાવ્યા. કોસ્ટ ગાર્ડ દ્વારા હવાઈ સહાય અને વધારાના લાઈફરાફ્ટ મોકલાયા11:40 PM IST
ભ્રષ્ટાચારના આરોપમાં AAP ધારાસભ્ય રમણ અરોરાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર : ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા પંજાબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાને જાલંધરની સ્થાનિક કોર્ટે 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા: વિજિલન્સ બ્યુરોએ કોર્ટ પાસેથી 10 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી10:19 PM IST
હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટ્યું, ઘણા વાહનો કાટમાળમાં તણાઈ ગયા: બચાવ કામગીરી ચાલુ : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના જગતખાના પંચાયતમાં સાંજે વાદળ ફાટવાથી મોટું નુકસાન:સતલજ નદીના કિનારે પાર્ક કરેલા લગભગ 10 વાહનો પાણીમાં તણાઈ ગયા:મુશળધાર વરસાદ અને કાટમાળના પ્રવાહને કારણે ઘણી મિલકતોને નુકસાન થયું 10:15 PM IST
દિલ્હી-ઉત્તરપ્રદેશમાં વરસાદ : રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ : જાણો મધ્યપ્રદેશ અને બિહાર સહિત સાત રાજ્યોની સ્થિતિ : દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદની શક્યતા:દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે. યુપી, રાજસ્થાન, બિહાર, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની શક્યતા10:17 PM IST
આ આતંકવાદ સામે એક થવાનો સમય, રાજકીય ટીકા પછી: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના નેતા સુપ્રિયા સુલે : સુલેએ કહ્યું, આ સમય બતાવવાનો છે કે ભારત એક છે અને આતંકવાદ પ્રત્યે કોઈ ઉદારતા રાખવામાં આવશે નહીં. સત્તામાં કોઈપણ હોય, અમારી નીતિ પહેલા રાષ્ટ્ર, પછી રાજ્ય, પછી પક્ષ અને પછી પરિવાર છે 9:54 PM IST
વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા : વિકસિત ભારત@2047 એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેને પાર પાડવામાં દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ અને રણનીતિક ભૂમિકા અનિવાર્ય છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047 વિઝનને સંસ્થાકીય રૂપ આપવા GRIT મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે : વિકસિત ગુજરાત @2047 વિઝનના મોનિટરિંગ મિકેનિઝમમાં સસ્ટેઈનેબિલિટી તથા ડેટા ડ્રિવન ડિસીઝન મેકિંગ માટે ડિજિટલ ડેશબોર્ડ અને 500થી વધુ કી-પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI) લાગુ કરાશે.10:13 PM IST
પત્નીના અન્ય સંબંધની પુષ્ટિ માટે હોટેલ ફૂટેજ આપવા માટે સેના અધિકારીની અરજી કોર્ટે ગોપનીયતાના અધિકારનો ઉલ્લેખ કરીને ફગાવી : ગ્રેહામ ગ્રીનની નવલકથા 'ધ એન્ડ ઓફ ધ અફેર'નો ઉલ્લેખ: "વફાદારીનો બોજ" તે વ્યક્તિ પર છે જેણે વચન આપ્યું છે. પ્રેમીએ લગ્ન કરીને છેતરપિંડી કરી નથી, પરંતુ વચન આપ્યું છે અને તોડ્યું છે.9:46 PM IST
નરેન્દ્રભાઈ ભુજથી ૫૨૯૫૩ કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત : કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી, મહીસાગર જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં વધારો :કંડલા પોર્ટને સંલગ્ન ગ્રીન હાઇડ્રોજન, હાઇપરલૂપ અને માર્ગ સુધારણા, સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ લેશે આકાર9:28 AM IST
બ્રિટનની કડક વિઝા નીતિની અસર : સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ-કામદારો ઘરે પાછા ફર્યા : બ્રિટનની કડક વિઝા નીતિઓને કારણે ૨૦૨૪ માં દેશ છોડીને જતા લોકોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો સૌથી વધુ હતા : કુલ ચોખ્ખા પ્રવાસનમાં ૪.૩૧ લાખનો ઘટાડો થયો છેઃ ભારતીયો પછી ચીની, નાઇજિરિયન, પાકિસ્તાની અને અમેરિકન નાગરિકો આવે છે9:43 AM IST
નોર્થ-ઈસ્ટ પ્રદેશમાં અદાણી ગૃપ કરશે ૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ : રાઇઝિંગ ગ્લોબલ સમિટમાં ગૌતમ અદાણીની જાહેરાત : અમારા સમૂહનું લક્ષ્ય કૌશલ્ય અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો મારફત સ્માર્ટ મિટર્સ, હાઇડ્રો, પમ્પ્ડ સ્ટોરેજ હરીત ઉર્જા, વીજ ટ્રાન્સમિશન, માર્ગો અને ધોરીમાર્ગો, ડિઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ક્ષમતા નિર્માણનું : ગૌતમ અદાણી10:29 AM IST
રાજસ્થાનમાં આકરી ગરમીઃ પારો ૪૮એ પહોંચ્યો9:46 AM IST
વેપારીએ ઓનલાઇન ગેમિંગ સ્કેમમાં ૨.૭૪ કરોડ ગુમાવ્યા : અઢી વર્ષ ૪૫૦થી વધુ ટ્રાન્ઝેક્શનમાં તેણે પૈસા જમા કરાવ્યા હતા. એની સામે ૫.૧૦ કરોડ રૂપિયાનો નફો દેખાડવામાં આવ્યો હતો. આ રકમ પાછી કાઢવા જતાં છેતરપિંડીની ખુલાસો થયો : ડિસેમ્બર ૨૦૨૨થી મે ૨૦૨૫ દરમ્યાન એક કહેવાતા ગેમિંગ પ્લેટફોર્મની ઓનલાઇન વેબસાઇટ પર વેપારી ઓનલાઇન ગેમ રમ્યો હતો9:47 AM IST
માતાના મઢ આશાપુરા મંદિરમાં સુવિધાઓનો શણગારઃ PM મોદી કરશે ઉદ્ઘાટન : ૩૨.૭૧ કરોડના માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર સંકુલમાં ભક્તો માટે મોટા પાયે સુવિધાઓ બનાવવામાં આવી : વોકવે, બાળકો માટે રમતનો વિસ્તાર, ગાઝેબો સમારકામ, વાહન એક્સેસ રેમ્પ, વળક્ષારોપણ, પાર્કિંગ, શૌચાલય બ્લોક, કામચલાઉ સ્ટોલ માટે શેડ-આઉટલેટ અને મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ બનાવવામાં આવી છે9:48 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે11:35 AM IST
ટ્રમ્પ તંત્રના નિર્ણય સામે રાઘવ ચઠ્ઠા હાર્વર્ડ યુનિવર્સિટીના સમર્થનમાં : કહ્યું - હું તમામ વિદ્યાર્થીઓ સાથે ઉભો છું : રાઘવ ચઢ્ઢાએ x હેન્ડલ પર લખ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પના પગલાથી હાર્વર્ડ અને તેનાથી આગળના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સપના અને ભવિષ્ય જોખમમાં મુકાઈ ગયા છે. હાર્વર્ડ સમુદાયના ગૌરવશાળી સભ્ય તરીકે, હું શૈક્ષણિક સ્વતંત્રતા માટે સમર્થન દર્શાવવા માટે સપોર્ટ હાર્વર્ડ ટી-શર્ટ પહેરું છું9:09 PM IST
દિલ્હીની ભાજપ સરકારને સુપ્રીમ કોર્ટનું 'ગ્રીન સિગ્નલ' : કેન્દ્ર અને L-G સામેના ૭ કેસો પરત ખેંચવાની મંજૂરી મળી! : નવી સરકારના સત્તા સંભાળતા જ 'રાજકીય વિવાદોનો અંત'? ઘન કચરા, યમુના સફાઈ અને L-G ની સત્તાના મુદ્દે AAP દ્વારા દાખલ કરાયેલા કેસો પરત ખેંચાશે : ભાજપની આગેવાની હેઠળની સરકારનો 'સહયોગી' અભિગમ9:21 PM IST
અમેરિકામાં રહેવા માટેના શ્રેષ્ઠ સ્થળો જાહેર : ન્યુયોર્કનું માસાપેક્વા પાર્ક રાજ્યમાં ટોચ પર, જ્યારે જ્યોર્જિયાનું જોન્સ ક્રીક દેશનું નંબર-૧ કમ્યુનિટી બન્યું! : લૉંગ આઇલેન્ડના માસાપેક્વા પાર્કમાં રહેવાસીઓ સકારાત્મક અનુભવી રહ્યા છે : મજબૂત જાહેર શાળા પ્રણાલી, બીચની નજીક અને ન્યૂયોર્ક સિટી સુધી સરળ મુસાફરી, છતાં દેશભરમાં ૧૪૦મા સ્થાને : જોન્સ ક્રીક (જ્યોર્જિયા) ઉચ્ચ ગુણવત્તાવાળા જીવન અને મજબૂત જોબ માર્કેટને કારણે ટોચ પર12:18 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના નવા હોદેદારોની સર્વાનુમતે વરણીઃ પ્રમુખપદે ભરતભાઇ પટેલ : સમગ્ર રાજયમાં એક લાખ સભ્યો ધરાવતા : * ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઇ પટેલ, એકઝીકયુટીવ મેમ્બરો તરીકે ડો. રીચાબેન દયારામાણી, રસિકભાઇ પટેલ અને ડો. અનિલકુમાર નાયકઃ પી.સી.આઇ. નોમીની તરીકે જશુભાઇ ચૌધરી * રજીસ્ટ્રારની સહી સાથે કુલ ૧૭ સભ્યોનું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું: નવી બોડીની ટર્મ પાંચ વર્ષની હશે * ફાર્મસી વ્યવસાયને નવી ઉંચાઇએ લઇ જવાનો વિશ્વાસ અકિલા સમક્ષ વ્યકત કરતા નવનિયુકત પ્રમુખ ભરતભાઇ પટેલ2:43 PM IST
ગુજરાત આવતા વડાપ્રધાન માટે સુરક્ષાચક્ર આવું રચાયું છે : બોર્ડર વડા ig ચિરાગ કોરડીયા, સાગર બાગમાર સહિતના અધિકારીઓની ટીમ એલર્ટ મોડમાં: ગુજરાતમાં દિલ્હીથી spg ના ટોચના અધિકારીઓ ઉતાર્યા, દરિયા, સરહદ અને ભૂમિ પર નરેન્દ્રભાઇ માટે લોખંડી બંદોબસ્ત : બીએસએફ બેક ગ્રાઉન્ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ : મલ્લિક અને સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા વડોદરા સીપી નરસિંહમાં કોમારને મહત્વની જવાબદારી સુપ્રત : અમદાવાદમાં ભવ્ય રોડ શો અંતર્ગત કાલે રિહર્સલ, શરદ સિંઘલ, નીરજ બડગુજ્જર, જયપાલસિંહ રાઠોડ, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાજિયાણ ટીમો દ્વારા ભારે દોડધામ : સિંદૂર થીમ પર શણઞાર, બહેનો લાલ સાડી પહેરી પીએમના વધામણા કરશેઃ વડોદરામાં કલેકટર મહેશબાબુ, ડીડીઓ વિગેરે દ્વારા ૨૦ કમિટી કાર્યરત, સીપી દ્વારા મહત્વના સૂચનો2:44 PM IST
ચોમાસુ કેરળ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં પહોંચી ગયું : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૨૪ થી ૨૮ મે સુધીની આગાહી : દક્ષિણ કોંકણના કાંઠાના ભાગ પરના ડિપ્રેશનની પૂર્વ દિશામાં જમીન પર એન્ટ્રીઃ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશે : આવતા બુધવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સિમિત વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટીવીટી3:39 PM IST
હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર : હીરા ઉદ્યોગના કલાકારો-એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગની સ્થિરતા જાળવવા આ સહાય પેકેજ મહત્વનું પગલુઃ મંત્રી હર્ષ સંઘવી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય : અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર ચૂકવશે : હીરા ઉદ્યોગના એકમોને ટર્મ લોનની મહત્તમ રૂ. ૫ લાખની મૂડી ઉપર ૯ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીમાં પણ એક વર્ષ માટે મુક્તિ આપવા નિર્ણય3:30 PM IST
ટ્રેનમાંથી ફેંકાઇ જતાં રાજકોટ જીવરાજ પાર્કના ૧૯ વર્ષના તરંગ હદવાણીનું મોતઃ એકનો એક પુત્ર હતો : એક અધુરી અને આઘાત-ગમગીની આપી જનારી સફરઃ છ મિત્રો ગુરૂવારે હરિદ્વાર-મસુરીની સફરે નીકળ્યાઃ શુક્રવારે સવારે રાજસ્થાન નજીક બની કરૂણ ઘટનાઃ સફરની મજા શોકમાં પલ્ટાઇ ગઇ :આત્મીય કોલેજમાં બીસીએ થર્ડ યરમાં ભણતો તરંગ રાજસ્થાન નજીક અલવરથી આગળ ટ્રેનમાં દરવાજે ઉભો હતો ત્યારે ફંગોળાઇ જતાં ઘટના સ્થળે જ મોતઃ ઘટના વખતે મિત્રો સુતા હોઇ તરંગના મમ્મીનો ફોન આવતાં તરંગ ટ્રેનમાં ન દેખાતાં ઘટનાની જાણ થઇઃ પરિવારજનો, જીવરાજ પાર્કમાં ગમગીની : દિકરો ક્યાં પહોંચ્યો એ જાણવા સવારે ૯ વાગ્યે મમ્મીએ ફોન જોડયો ત્યારે ફોન દિકરાને બદલે તેના મિત્રએ રિસીવ કર્યોઃ તરંગ ટ્રેનમાં જ ક્યાંક હશે તેમ સમજી શોધખોળ કરી પણ પત્તો ન મળતાં આગલા સ્ટેશને મિત્રોએ ઉતરી રેલ્વે પોલીસને જાણ કરતાં બપોરે સાડા બારે મૃતદેહ મળ્યો2:26 PM IST
લગ્ન યોગ કયારે-? કુમાર ગાંધીનું વિશ્લેષણ11:57 AM IST
સોમવારે શનિ જયંતિ: ન્યાયપ્રિય શનિદેવનો મહિમા1:18 PM IST
શ્રી જીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ : ‘વિશ્વાસનો શ્વાસ સંપૂર્ણ આધુનિક ટ્રોમાસેન્ટર, આઇ.સી.યુ., એન.આઇ.સી. યુ. મોડયુલર ઓપરેશન થીયેટર તેમજ આશરે ૭૦ બેડની સુવિધાઓ સાથે સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ તેમજ બહેનો-ભાઇઓ માટેના અલગ અલગ જનરલ વોર્ડની સુવિધાઓ સાથેનું ભુમી પુજન કરતા નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુના 3:01 PM IST
પૂ. દયાનંદગીરીબાપુ સાથેનું સંભારણુ12:14 PM IST
કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલને ગુજરાત ATSએ ઝડપ્યોઃ આદિતી ભારદ્વાજ નામની છોકરી સાથે સંપર્કમાં હતો : આરોપીના ફોનને FSLમાં મોકલાયોઃ પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે જૂન-જુલાઈ ૨૦૨૩થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં વોટસએપથી આવ્યા હતાઃ લાંબી તપાસ બાદ હવે ગુનો નોંધાયો3:38 PM IST
કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલને ગુજરાત ATSએ ઝડપ્યો :આદિતી ભારદ્વાજ નામની છોકરી સાથે સંપર્કમાં હતો : આરોપીના ફોનને FSLમાં મોકલાયો : પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે જૂન-જુલાઈ 2023થી આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં વોટ્સએપથી આવ્યા હતા : લાંબી તપાસ બાદ હવે ગુનો નોંધાયો1:57 PM IST
ભચાઉ પંથકના ૩ શખ્સો હદપાર 11:24 AM IST
પોરબંદર LCB દ્વારા રાણાવાવના રાણા - કંડોરણા સીમમાંથી ગણનાપાત્ર જુગારનો કેસ ઝડપાયો : લાખોની રોકડ સાથે 5 જુગારીઓની ધરપકડ : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાને પગલે કાર્યવાહી : ખુંટીના વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, ₹1,28,100 નો મુદ્દામાલ જપ્ત10:49 PM IST
અમરેલી જિલ્લામાં ૩૩૯ સિંહોનો વસવાટ1:58 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા - ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના ૨૦૦ કિલો ફુલોના શણગાર : ૨૫૧ કિલો સુખડી, ૩૦૦ ડઝન કેરી અને ૧૦૦ કિલો જાંબુનો અન્નકૂટ : સાંજે હનુમાનજીદાદાનું ષોડશોપચાર પૂજન : શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન11:37 AM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
જાપાનમાં ચોખાની ગંભીર કટોકટી:ભાવ થઇ ગયા ડબલ5:25 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
તેની કારકિર્દી પૂરી થઈ ગઈ હતી, હવે પસંદગીકારોએ આપ્યું જીવનદાન: પ્રારંભે જ ત્રેવડી સદી ફટકારનાર નાયરને 8 વર્ષે ટેસ્ટ ટીમમાં મળી તક : કરુણ નાયરે છેલ્લી ઘરેલુ સિઝનમાં 9 સદી ફટકારીને ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. કરુણ નાયરે 2024-25 રણજી ટ્રોફી સીઝનમાં 9 મેચમાં 53.94 ની ઉત્તમ સરેરાશથી 863 રન બનાવ્યા છે10:54 PM IST
ઝિમ્બાબ્વેનો આ ઓપનર ઇંગ્લેન્ડના બોલરોથી ન ડર્યો, સદી ફટકારી અને એકલા હાથે કિલ્લો બચાવવા લડ્યો, રચ્યો ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ : તેણે 143 બોલમાં 26 ચોગ્ગા સાથે 139 રન ફટકાર્યા. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ઝિમ્બાબ્વે ઓપનર બન્યો. ૧૯૯૬માં બુલાવાયોમાં બનાવાયેલ ગ્રાન્ટ ફ્લાવરનો ૭૩ રનનો રેકોર્ડ તોડ્યો.12:16 AM IST
ફાઇનલમાં શ્રીકાંતનો મુકાબલો લી શી ફેંગ સામે5:54 PM IST































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































