News of Wednesday, 26th March 2025
જુની પેન્શન યોજના ફરી શરૂ કરોઃ ખેડુતો માટેની સોલાર પંપ યોજનામાં ઘણી કચાશ
વિધાનસભામાં સરકારને ફટકારતા કોંગીના જીજ્ઞેશ મેવાણી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૬: આજે ગૃહમાં કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જુની પેન્શન યોજના અમલમાં મૂકવી જોઇએ.
ગુજરાતમાં ૪પ હજાર આંગણવાડીમાં કામ કરતી મહિલાઓને પુરતું વેતન આપવા માટે ધારાસર રજૂઆતો કરી હતી. ગુજરાતમાં ૯૯.૯૯ ટકા સોલાર કંટ્રોલર છે તેની કોઇ ઉપયોગીતા નથી. રાજસ્થાનમાં જે તે વખતની સરકાર ખેડૂતો માટે ખૂબજ ધ્યાન રાખતી હતી. આપણા રાષ્ટ્રની જનતા માહે ર૦૧૯-ર૦માં સોલાર પંપ રાખ્યા છે આમાં સાત હજાર સોલાર પંપ રાખ્યા છે આખા યુ.એસ.પી.સી. સીસ્ટમનો લાભ આપો આ સોલાર પંપ માટેનું આયોજન કરવાથી ખેડુતોને પ૦૦૦ કરોડની જોગવાઇ કરવી જોઇએ. સુરતમાં આ પ્રોજેકટ અંતર્ગત ર૦૦ કરોડની જોગવાઇ કરી હતી પરંતુ ઉપયોગ આવ્યા પછી ૬૦૦ કરોડનું નુકશાન થયેલ છે. આમ નુકશાન ન જાય અને ખેડૂતોને ફાયદો થાય તેવી સરકારે કામગીરી કરવી જોઇએ. (૭.ર૮)
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
