<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

સ્વાસ્થ્ય સાથે ચેડાં :અમદાવાદ આરોગ્ય વિભાગનો સપાટો:508 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો

શહેરમાંં અલગ-અલગ ઠેકાણે આકસ્મિક ચેકિંગ: ડુપ્લીકેટ પનીર હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય કરવામાં આવતું

અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાંથી મોટાપાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે.. AMC ફૂડ વિભાગે શહેરમાંં અલગ-અલગ ઠેકાણે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં મોટાપાયે નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે

આ ડુપ્લીકેટ પનીર હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય કરવામાં આવતું હતું જે-જે જગ્યાએથી આ પનીરનો જથ્થો ઝડપાયો તેમાંથી કેટલીક જગ્યાએ તો નામ વગરની જગ્યાએ જ જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગે કુલ 508 કિલો પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.. અમદાવાદના ઠક્કરનગરમાં આવેલી સતનામ ડેરીમાંથી પનીરનો જથ્થો ઝડપાયો.. સતનામ ડેરીમાંથી કુલ 144 કિલો પનીરનો જથ્થો ઝડપાયો. .. જ્યારે વસ્ત્રાલના એક ગોડાઉનમાંથી 119 કિલો પનીરનો જથ્થો ઝડપાયો. જીવરાજ પાર્કની વિજય ડેરીમાંથી 11 કિલો પનીર જપ્ત કરાયું હતું.. તો વિશ્વાસ સિટીમાંં કૃષ્ણા ડેરીમાંથી 119 કિલો પનીર જપ્ત કરાયુ હતું.. રિચ આઇસ્ક્રીમ ડેરીમાંથી 35 કિલો પનીર જપ્ત કરાયુ હતું

 

(7:39 PM IST)