<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

જીઓ, એરટેલ અને વીઆઈ ની નવી પહેલ: સ્કેમ કોલ્સ પર લગામ કસવા કોલર આઈડી સેવા ટૂંકમાં શરૂ

હવે સ્કેમ કોલ્સ અને ફ્રોડથી બચવા માટે ગ્રાહકોને કોઈ થર્ડ-પાર્ટી એપ જેવી કે ટ્રુ કોલરની જરૂર નહીં પડે.

અમદાવાદ: ભારતની અગ્રણી ટેલિકોમ કંપનીઓ જીઓ, એરટેલ અને વીઆઈએ સ્માર્ટફોન યુઝર્સ માટે એક મહત્વની પહેલ શરૂ કરી છે. હવે સ્કેમ કોલ્સ અને ફ્રોડથી બચવા માટે ગ્રાહકોને કોઈ થર્ડ-પાર્ટી એપ જેવી કે ટ્રુ કોલરની જરૂર નહીં પડે. આ કંપનીઓએ વેન્ડર્સ સાથે મળીને એક એવી કોલર આઈડી સેવા વિકસાવી છે, જે સીધી સ્માર્ટફોન સ્ક્રીન પર કોલ કરનારની માહિતી દર્શાવશે. આ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે, જેનાથી ગ્રાહકોને સુરક્ષિત અને વિશ્વસનીય કોમ્યુનિકેશનનો અનુભવ મળશે.
ગુજરાતનું જાહેર દેવું ઘટ્યું: ૨૦૨૫–૨૬માં ૧૫.૨૮% પર પહોંચશે
ગાંધીનગર: ગુજરાતના નાણામંત્રીએ રાજ્યની આર્થિક સ્થિતિને મજબૂત ગણાવતાં જણાવ્યું કે જાહેર દેવું નોંધપાત્ર રીતે ઘટ્યું છે. ૨૦૨૫–૨૬ માટે આ દેવું ૧૫.૨૮% પર પહોંચવાનો અંદાજ છે, જે મંજૂર મર્યાદા ૨૭.૧૦%થી ઘણું ઓછું છે. રાજ્ય સરકારની નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનની પ્રશંસા કરતાં મંત્રીએ કહ્યું કે આનાથી ગુજરાતની અર્થવ્યવસ્થા વધુ સ્થિર બનશે.
ગુજરાતની ગ્રીન એનર્જીમાં મોટી છલાંગ: ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ગીગાવોટ ક્ષમતાનું વચન
ગાંધીનગર: કેન્દ્ર સરકારના ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ ગ્રીન એનર્જીના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપશે. રાજ્યના ઊર્જામંત્રીએ જણાવ્યું કે ગુજરાત ૧૦૦ ગીગાવોટથી વધુ નવીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપવા માટે પ્રતિબદ્ધ છે. આ યોજના હેઠળ સોલાર, વિન્ડ અને અન્ય ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને વેગ આપવામાં આવશે, જે રાજ્યને ટકાઉ વિકાસના માર્ગે આગળ લઈ જશે.
ઈડીની મોટી કાર્યવાહી: અમદાવાદમાં ૩૪ લાખની સંપત્તિ જપ્ત
અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અમદાવાદ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગના એક કેસમાં મોટી કાર્યવાહી કરી છે. મેં. લૉમ્પાયર અને અન્ય સામેની તપાસમાં પી એમ એલ એ, ૨૦૦૨ હેઠળ ૩૪ લાખ રૂપિયાની અચલ સંપત્તિને અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ગુનાખોરીના નેટવર્કને ખુલ્લું પાડવાના પ્રયાસો ઝડપી બનાવાયા છે.

(9:01 PM IST)