<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

સુરતના પલસાણાના તાતીઝઘડા ગામે જૂની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા

કૌશિક ઉર્ફે ડેંગાએ આયુષનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાતીઝઘડા ગામે જૂની અદાવતમાં યુવકની ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે 4 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ મામલે તાતીઝઘડા ગામના હળપતિ ફળિયામાં રહેતા સુધાબેન રાઠોડે જણાવ્યું કે, ગઈકાલે રાતે સાડા 10 વાગ્યાના અરસામાં તેમનો પુત્ર આયુષ ઘરમાં સૂઈ રહ્યો હતો. આ સમયે કૌશિક ઉર્ફે અજયભાઇ ઉર્ફે ડેગો બાલુભાઇ રાઠોડ, વિશાલ નાનુભાઇ રાઠોડ, દેવો ગુણવંતભાઇ રાઠોડ અને આનંદ ગમલેશભાઇ ઉર્ફે ગુમલો રાઠોડ તેમના ઘરમાં ઘુસી ગયા હતા.

આ સમયે સૂઈ રહેતા તેના પુત્ર આયુષ સાથે જૂના ઝઘડાનો ખાર રાખીને ગાળો ભાંડતા ઢીકા-પાટુનો માર મારતા ઘરની બહાર લઈ ગયા હતા. જ્યાં કૌશિક ઉર્ફે ડેંગાએ આયુષનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમયે સુધાબેન વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ માર માર્યો હતો. જો કે બૂમાબૂમ થતાં આરોપીઓ પોતાનું બાઈક ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પલસાણા પોલીસે સુધાબેનની ફરિયાદના આધારે 4 ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

(9:38 PM IST)