<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ધારીખેડા સુગર ફેક્ટરી પાસે ફોર વ્હીલ ચાલકે રાહદારીને અડફટમાં લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધારીખેડા ગામની સુગર ફેક્ટરી પાસે એક ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરપાટ લાવી પગપાળા જતા એક વ્યક્તિને ટક્કર મારતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું

    પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ દિનેશભાઇ ત્યાગી(રહે. ધારીખેડા સુગર ફેક્ટરી કોલોની ડી ટાઇપ રૂમ નં ચાર ૪ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ એક આઇ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડી નં.GJ-06-FQ-3641 નાં ચાલક સ્નેહલકુમાર કિર્તીભાઇ પટેલ (રહે.ભરૂચ )નાઓ એ પોતાની ફોર વ્હીલ ગાડી પુરઝડપે હંકારી લાવી ધારીખેડા સુગર ફેકટરી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે હાઇવે રોડ ઉપર ચાલતા જતા એક અજાણ્યા શખ્શ ઉ.વ.આ.૪૦ ને ટક્કર મારી શરીરે ઇજાઓ પહોંચાડતા  સારવાર દરમ્યાન તેમનું મોત થતા આમલેથા પોલીસે ફોર વ્હીલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:09 PM IST)