તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 29th March 2025
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી : 31 માર્ચના નર્મદા અને તાપી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના
આગામી દિવસોમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ

અમદાવાદ તા.૨૯ : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે. તેથી કહી શકાય કે, એપ્રિલ મહિનાની શરૂઆત વરસાદ સાથે થવાની છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 31 માર્ચના રોજ નર્મદા અને તાપી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 1 એપ્રિલના રોજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી અને દમણ અને દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 2 એપ્રિલના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને દમણ અને દાદરા અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 3 એપ્રિલના રોજ નર્મદા અને તાપી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
