<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

સાગબારા તાલુકાની પુખ્ત વયની માનસિક અસક્ષમ યુવતી પર હવસખોર યુવકે બદકામ કરતા ચકચાર

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામની માનસિક અસ્વસ્થ યુવતી પર એક નરાધમએ બળાત્કાર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

    મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બનેલી દુખદ ઘટનામાં હવસખોર આરોપી જહેરસિંગ ઉર્ફે કાલુ જયસિંગભાઇ વસાવા (રહે. પાટલામહુ તા.સાગબારા જી.નર્મદા) એ સાગબારા તાલુકાના અન્ય એક ગામની પુખ્ત વયની જન્મજાત થોડીક માનસિક અસક્ષમ દિકરી ઉંમર ૨૨ વર્ષ ૯ મહિના ૨૮ દિવસનો એકલતાનો લાભ લઈ છ મહિના પહેલા એક ખેતરે તેની મરજી વિરૂધ્ધ અને સંમતિ આપવા અસમર્થ હોવા છતાં તેને ધાક ધમકી આપી બળજબરી પૂર્વક તેની સાથે વારંવાર બદકામ કરી તેની સાથે શરીર સંબંધ બાંધી ગુનો કરતા સાગબારા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. કેસ ની તપાસ સી.ડી.પટેલ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, સાગબારા પોલીસ સ્ટેશન નાઓ કરી રહ્યા છે.
   છ મહિના બાદ ફરિયાદ કેમ નોંધાવી તે સવાલ માં તપાસ અધિકારી સી.ડી.પટેલએ જણાવ્યું કે ભોગ બનનાર યુવતી માનસિક અસ્વસ્થ હોવાના કારણે તેના પરિવારજનોને મોડી ખબર પડી માટે હાલ માં ફરિયાદ કરી છે.


 

(10:37 PM IST)