<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

સરકાર સામે હડતાળનું રણશિંગુ ફૂંકનાર નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના 122 જેવા કાયમી કર્મચારીઓને છૂટા કરાતા ખળભળાટ

ભરતીની શરતો પ્રમાણે જે કોઈ પરીક્ષા અને તાલીમો લેવાની હોય તે નથી લીધી માટે સરકારે આ પગલું ભર્યું:સરકાર આઉટસોર્સ કર્મીઓ લેવાની મંજૂરી આપશે માટે જિલ્લામાં કોઈ તકલીફ નહીં પડે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સમગ્ર ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની કેટલીક માંગોને લઈ હાલમાં હડતાળ ઉપર ઉતર્યા હતા અને ત્યારબાદ ગાંધીનગર ખાતે પણ આ કર્મીઓએ ધરણા કાર્યકમ ચાલુ રાખ્યો હતો પરંતુ અચાનક સરકારએ કડક વલણ અપનાવતા અને ગાંધીનગર વડી કચેરી માંથી હુકમ થતા નર્મદા જિલ્લાના 122 જેટલા આરોગ્ય વિભાગમાં કાયમી ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. આમ સરકાર સામે બાયો ચઢાવનાર આ કર્મીઓ ને છૂટા કરતા આરોગ્ય વિભાગ માં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઢકએ જણાવ્યું કે વડી કચેરી થી હુકમ આવતા 122 કર્મીઓને અમે છૂટા કર્યા છે આ કર્મીઓએ સરતો મુજબ ખાતકીય પરીક્ષા આપી ન હતી, સીસીસી પરીક્ષા પાસ નથી કરી, હિન્દી પરીક્ષા પાસ નથી કરી, ભરતીની શરતો પ્રમાણે જે કોઈ પરીક્ષા અને તાલીમો લેવાની હોય તે નથી લીધી માટે સરકારે આ પગલું ભર્યું. અને આ 122 કર્મીઓ છૂટા કરતા જિલ્લામાં કોઈ તકલીફ નહીં પડે કેમ કે સરકાર આઉટસોર્સથી કર્મચારીઓ લેવાની સરકાર મંજૂરી આપી દેશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું.


 

(10:39 PM IST)