News of Sunday, 30th March 2025
નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે નાવડીઓ નો શુભારંભ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે સાથે જ ઉતરવાહીની માં નર્મદા પરિક્રમાનો પણ શુભારંભ થયો છે આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના કોણે ખૂણેથી આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડા થી શહેરાવ અને રેગણ થી રામપુરા વચ્ચે બે વખત નર્મદા નદી પાર કરવાની થતી હોય તે માટે તિલકવાડાથી શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે તો બીજી તરફ રેગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ માત્રામાં હોવાને કારણે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી હોય જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નીલ રાવના હસ્તે રેગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે મુકાયેલ નાવડીઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો, આ વ્યવસ્થા હોવાને કારણે પરિક્રમાવાસીઓ સરળતાથી ઉત્તર વાહિની માં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકશે જેથી શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી રહી છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
