<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

આરોગ્ય કર્મચારીઓની સત્યાગ્રહ છાવણી ખાતે પ્લેકાર્ડ લઈ ધરણા પર બેઠા:પોલીસે તમામની અટકાયત કરી

આંદોલનને 10 દિવસથી વધુ સમય થવા છતાં પણ સરકાર તેમની માગ પૂર્ણ કરવાના બદલે અનેક આરોગ્ય કર્મીઓને છૂટા કરવા તેમજ સસ્પેન્શનના આદેશ આપ્યા

ગાંધીનગરમાં હડતાળ પર ઉતરેલા આંદોલનકારીઓએ વિરુદ્ધ રાજ્ય સરકારે સખત વલણ અપનાવ્યું છે. ગાંધીનગર વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાં જ તમામ આંદોલનકારીઓની અટકાયત કરવાની શરૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને 10 દિવસથી વધુ હડતાળ પર ઉતર્યા છે.

   રાજધાનીમાં આરોગ્ય કર્મીઓ ઉપરાંત વ્યાયામ શિક્ષકો પણ કાયમી કરવાની માગને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ આંદોલનકારીઓની મનમાની ના ચલાવતા હડતાળ પર લગામ કસવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ગાંધીનગરમાં આજે આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત છે. આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પ્લેકાર્ડ લઈને ધરણા પર બેઠા છે. આજે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતા જ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ વિરોધ કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓને ડિટેઈન કરી રહી છે. આરોગ્ય કર્મચારીઓને ટીંગા ટોળી કરી અને જબરજસ્તથીથી પોલીસ વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે.

  નોંધનીય છે કે રાજ્યભરના આરોગ્ય કર્મીઓ ગ્રેડ પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવવાની માગ તેમજ ખાતાકીય પરીક્ષામાંથી પણ મુક્તી આપવાની માગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું હતું. આજે આરોગ્ય કર્મચારીઓના આંદોલનને 10 દિવસથી વધુ સમય થવા છતાં પણ સરકાર તેમની માગ પૂર્ણ કરવાના બદલે અનેક આરોગ્ય કર્મીઓને છૂટા કરવા તેમજ સસ્પેન્શનના આદેશ આપ્યા છે

 

(10:59 PM IST)