વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ 'ચેનાબ રેલવે બ્રિજ'નું ઉદ્ઘાટન કર્યું : કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગ સાથે જોડશે :જુઓ વિડીયો : જમ્મુ અને કાશ્મીરમાં 43,780 કરોડના ખર્ચે બનેલા 272 કિલોમીટર લાંબા USBRL પ્રોજેક્ટનું પણ લોકાર્પણ : કટરા-શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી : મુસાફરીનો સમય 2-3 કલાક ઘટશે12:42 PM IST
RBIની હેટ્રિકઃ વ્યાજદર ઘટાડયોઃ EMI ધટશે : રિઝર્વ બેંક રેપો રેટમાં ૫૦ આધાર અંકોનો ઘટાડો કર્યોઃ રેપો રેટ ૬ ટકાથી ઘટી ૫.૫૦% જાહેર : વ્યાજદર ઘટતા લોન સસ્તી થશેઃ હોમ લોન-પર્સનલ લોન-કાર લોનના હપ્તા ઘટશેઃ હવે વધુ પૈસા હાથ પર રહેશેઃ ઈકોનોમીને મળશે બુસ્ટર ડોઝઃ મોંઘવારીનું અનુમાન ૪%થી ઘટાડી ૩.૭ ટકાઃ રૂખ ન્યુટ્રલ11:15 AM IST
ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ : ૬ મહિનામાં રૂ. ૧૪૪૫ કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સથી પોલીસ પણ ચોંકી ઉઠી! મુખ્ય ભેજાબાજો હાથવેતમાં! : કીરાટ જાદવાણી, મિત ખોખર અને મયુર ઇટાલિયા સહિતના આરોપીઓની ધરપકડ : લોન આપવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી બેનામી બેંક એકાઉન્ટ ખોલાવી કરોડોનું કૌભાંડ : RBL બેંકના ૮૯ ખાતા સામેલ : દેશવ્યાપી કનેક્શન ખુલતા ખળભળાટ7:30 PM IST
પાકિસ્તાનના જાસૂસી રેકેટનો વધુ એક માસ્ટરમાઇન્ડ:જાણો કોણ છે પૂર્વ SI નાસિર: જેનું જસબીર સિંહે લીધું હતું નામ : જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલા જસબીર સિંહની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો:પાકિસ્તાનના પૂર્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નાસિર ઢિલ્લોન જાસૂસી રેકેટનો માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું 12:01 AM IST
ટ્રમ્પ પ્રશાસનનો સુપ્રીમ કોર્ટમાં મોટો દાવ : શિક્ષણ વિભાગમાં સામૂહિક છટણી અટકાવવાના નીચલી અદાલતના આદેશ પર રોક લગાવવાની માંગ : રાષ્ટ્રપતિ ટ્રમ્પનો એજન્સી વિખેરી નાખવાનો મહત્વાકાંક્ષી પ્લાન કોર્ટના આદેશથી અટવાયો : ૧૪૦૦ કર્મચારીઓની પુનઃસ્થાપના સામે ન્યાય વિભાગની અપીલ : રાજ્ય-કેન્દ્ર વચ્ચે સત્તાના સંઘર્ષનો નવો અધ્યાય10:57 PM IST
દિલ્હીમાં 'માયા મહેલ' વિવાદ : AAP ના આક્ષેપોથી રાજકીય ગરમાવો : મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નવા નિવાસસ્થાન પર સવાલો : "ગરીબ વિરોધી સરકાર" ના આક્ષેપો સાથે AAP મેદાને : ૩૦ રૂમવાળા બે બંગલા અને મોટા જનરેટર મુદ્દે ભાજપ પર નિશાન : મુખ્યમંત્રી ગુપ્તાએ કેજરીવાલના જૂના નિવાસસ્થાનમાં રહેવાનો કર્યો હતો ઇનકાર10:18 PM IST
સવારે વાદળી, સાંજે લીલો અને રાત્રે લીલો...,: લાહૌલ સ્પીતિમાં 14 હજાર ફૂટની ઊંચાઈ પર ચંદ્રતાલ તળાવ : જાણો કેવી રીતે પહોંચવું અને ક્યાં રહેવું? : ચંદ્રતાલ તળાવ જે વિશ્વના સૌથી સુંદર તળાવોમાંનું એક છે, હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં 14 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલું છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ત્યાં પહોંચી શકાય 10:13 PM IST
વિશ્વભરમાં જળપ્રલયનો ખતરો : ભારતના ૪૮ શહેરો સહિત અનેક મહાનગરો ડૂબવાના આરે : ક્લાયમેટ ચેન્જ અને ભૂગર્ભજળનો અતિશય ઉપાડ મુખ્ય કારણ : સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટી (NTU) ના ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો : જકાર્તા, કોલકાતા, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ અને સુરત સહિત કરોડો લોકોના ઘરો પર તોળાઈ રહ્યો છે જળસમાધિનો ખતરો : નિષ્ણાતો દ્વારા તાત્કાલિક પગલાં લેવાની ચેતવણી10:11 PM IST
નક્સલવાદને વધુ એક ફટકો : છત્તીસગઢમાં ₹45 લાખનો ઈનામી નક્સલ નેતા ભાસ્કર ઠાર : બે સપ્તાહમાં ત્રીજો મોટો કટ્ટરવાદી નેતા માર્યો ગયો : સુરક્ષા દળોનું "ઓપરેશન અંતિમ પ્રહાર" તેજ બન્યું : છત્તીસગઢ અને તેલંગાણામાં મોસ્ટ વોન્ટેડ ભાસ્કર ઉર્ફે માઈલારપુ અડેલ્લુ એન્કાઉન્ટરમાં ખતમ : માર્ચ 2026 સુધી નક્સલવાદને નાબૂદ કરવાનું લક્ષ્ય10:04 PM IST
ટ્રમ્પ-મસ્ક શાબ્દિક યુદ્ધ પરાકાષ્ઠાએ : એલોન મસ્કની 'ઇમિગ્રેશન સ્થિતિ' શંકાના ઘેરામાં! શું ટ્રમ્પ તેમને દેશનિકાલ કરી શકે છે? : વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ અધિકારી સ્ટીવ બેનનનો વિસ્ફોટક દાવો : મસ્ક ૧૯૯૫માં વિદ્યાર્થી વિઝા પર 'ગેરકાયદેસર રીતે' કામ કરતા હતા : 'તાત્કાલિક દેશનિકાલ' અને SpaceX જપ્ત કરવાની હાકલ : બંને દિગ્ગજો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ9:51 PM IST
RBI દ્વારા સોના-ચાંદીના કોલેટરલ સામે લોન આપવા માટે અંતિમ માર્ગદર્શિકા જાહેર : બેંકો અને ગ્રાહકો માટે સ્પષ્ટતા આવી! : પ્રાથમિક સોના-ચાંદી કે તેના દ્વારા સમર્થિત ETF/MF યુનિટ્સ સામે લોન નહીં મળે : ધિરાણકર્તાઓએ સોનાની માલિકીની ખાતરી કરવી અનિવાર્ય : શંકાસ્પદ માલિકીવાળા સોના સામે લોન અપાશે નહીં9:13 PM IST
રાજકોટના વિકાસને 'અભૂતપૂર્વ વેગ' : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૫૫૭ કરોડથી વધુના ૪૧ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી : શહેર-જિલ્લામાં ખુશીનો માહોલ! : રૂ. ૩૪૩.૩૯ કરોડના ૧૩ વિકાસ કામોનું ભવ્ય લોકાર્પણ અને રૂ. ૨૧૩.૭૯ કરોડના ૨૮ નવા પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સાથે રાજકોટના 'ઈઝ ઓફ લિવિંગ'માં ક્રાંતિકારી વધારો : સુરતની જેમ રાજકોટ પણ ગુજરાતનું આગામી 'ગ્રોથ હબ' બનશે તેવી મુખ્યમંત્રીની ઘોષણા8:57 PM IST
ભારતમાં GST ડેટા લીકનું મહાકૌભાંડ : નાણામંત્રી નિર્મલા સીતારમણે તાત્કાલિક CBIC તપાસનો આપ્યો આદેશ! સંવેદનશીલ કરદાતા ડેટા ₹૫,૦૦૦ થી ₹૨૫,૦૦૦માં બ્લેક માર્કેટમાં વેચાઈ રહ્યો હોવાનો ઘટસ્ફોટ! : GSTR-1, 2B, 3B અને ઈ-વે બિલ સહિતની ગોપનીય વિગતોનો ગેરકાયદેસર વેપાર : 'ડેટા સોલ્યુશન' ગેંગ સક્રિય હોવાનો દાવો : સાયબર સુરક્ષા સામે ગંભીર સવાલ8:38 PM IST
મધ્યપ્રદેશમાં ૨૩૦ કરોડનું ચકચારી પગાર કૌભાંડ : ૫૦,૦૦૦ સરકારી કર્મચારીઓ ૬ મહિનાથી પગાર વિહોણા! શું રાજ્યમાં 'ભૂતિયા' કર્મચારીઓનું મહા નેટવર્ક સક્રિય? : રાજ્યના ૯% કર્મચારીઓને પગાર ન મળતા મોટા કૌભાંડનો પર્દાફાશ : ટ્રેઝરી વિભાગની તપાસમાં ૬,૦૦૦થી વધુ અધિકારીઓ રડાર પર : આજે ખુલાસો કરવાની અંતિમ તારીખ8:11 PM IST
રશિયા અર્થતંત્ર: યુદ્ધમાં ફસાયેલા રશિયાએ 2 વર્ષ પછી મોટો નિર્ણય લીધો - ચલણે બધા રેકોર્ડ તોડી નાખ્યા: વ્યાજ દરમાં કર્યો 1% ઘટાડો : બેંક ઓફ અમેરિકાના અનુસાર, આ વર્ષે રશિયન રૂબલ અત્યાર સુધી વિશ્વનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતું ચલણ: શુક્રવારે વ્યાજ દરમાં ઘટાડા પછી, રૂબલ ડોલર સામે 2.72% નબળો પડ્યો 8:09 PM IST
કોમન લો એડમિશન ટેસ્ટ CLAT PG 2025: દિલ્હી હાઈકોર્ટે 3 માંથી 2 પ્રશ્નો પરના વાંધાઓ સ્વીકાર્યા: ઉમેદવારોને ચુકાદાઓની યાદી ના અપાઈ : શરૂઆતમાં, કુલ આઠ પ્રશ્નોને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યા હતા. ત્યારબાદ, કન્સોર્ટિયમે 4 એપ્રિલના રોજ આંતરિક બેઠક યોજી હતી અને આમાંથી ચાર પ્રશ્નો પાછા ખેંચી લીધા હતા.8:08 PM IST
ચીનની 'દુર્લભ ખનિજ'ની મુશ્કેલી : વધુ નિકાસ મંજૂરી છતાં વૈશ્વિક બજારોમાં અછત યથાવત! કારથી મિસાઈલ સુધીની ટેકનોલોજી પર સંકટના વાદળો : વૈશ્વિક પુરવઠાના ૯૦% ઉત્પાદક ચીનની ધીમી ગતિથી પશ્ચિમી ફેક્ટરીઓમાં હાહાકાર : ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે મંત્રણા છતાં કોઈ ઠોસ નિર્ણય નહીં: આંતરરાષ્ટ્રીય તણાવમાં વધારો8:02 PM IST
યુપીમાં સનસનાટીભર્યો 'ભારતીય પોલીસ સુરક્ષા દળ' ભરતી કૌભાંડ : ૬૦૦થી વધુ યુવાનો કરોડોની ઠગાઈનો ભોગ બન્યા : વધુ એક ભોગ બનનાર સામે આવ્યો! : મુખ્ય ભેજાબાજ અરવિંદ પાંડે અને તેની પત્ની જેલભેગા : ઠગાઈના 'સરદાર'ના ૨૦૦થી વધુ મહિલાઓ સાથે સંબંધોના ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી : અન્ય આરોપીઓની શોધખોળ તેજ7:54 PM IST
PMOનો ઐતિહાસિક નિર્ણય : ભારતની પોતાની 'મોટી ૪' સલાહકાર કંપનીઓ બનાવવાની મહત્વાકાંક્ષી યોજના! વૈશ્વિક દિગ્ગજોને ટક્કર આપવા સ્વદેશી ક્ષમતા વિકસાવાશે : વડાપ્રધાનના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ : સ્થાનિક સલાહકાર ક્ષમતા નિર્માણના વ્યૂહાત્મક મહત્વ પર ભાર : આર્થિક સાર્વભૌમત્વ મજબૂત કરવાનો લક્ષ્ય7:09 PM IST
ભાગેડુ વિજય માલ્યાનો ભારત પર સનસનાટીભર્યો પ્રહાર : 'ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ'ને દંતકથા ગણાવી - કહ્યું - 'અમલદારશાહી અને રાજકીય અવરોધો ભારતીય DNAમાં!' : યુકેમાંથી માલ્યાનો ધડાકો : ૨૯ મુખ્યમંત્રીઓને સાચવવાનો પડકાર : ચૂંટણીમાં રાજકીય પક્ષોના ગેરવાજબી ભંડોળની માંગણીઓથી બચવા દેશ છોડવાની કબૂલાત : કિંગફિશર કર્મચારીઓની માંગી માફી7:09 PM IST
અટકળો નો અંત : વડાપ્રધાન મોદી G7 સમિટમાં હાજરી આપશે : કેનેડાના PM માર્ક કાર્નીએ ફોન પર આમંત્રણ આપ્યું : ભારતે સંબંધોમાં નવી ઊર્જાની આશા વ્યક્ત કરી : આલ્બર્ટાના કનાનાસ્કિસ ખાતે ૧૫-૧૭ જૂનના રોજ યોજાશે G7 સમિટ : PM મોદીએ કાર્નીને તાજેતરની ચૂંટણી જીત બદલ અભિનંદન પાઠવ્યા : પરસ્પર સન્માન અને સહિયારા હિતો પર ભાર મૂક્યો7:12 PM IST
RBIનો ઐતિહાસિક નિર્ણય : રેપો રેટમાં 0.50%નો જમ્બો ઘટાડો : કરોડો લોકોને EMIમાં મળશે મોટી રાહત : RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ અર્થતંત્રને વેગ આપવા અને આમ જનતાને બોજમાંથી મુક્તિ આપવા 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો : હવે હોમ લોન, કાર લોન સહિતના તમામ લોન સસ્તા થશે, જાણો તમારી વાર્ષિક બચત કેટલી થશે11:32 AM IST
ઓપરેશન બ્લુસ્ટારની ૪૧મી વર્ષગાંઠે અકાલ તખ્ત ગુંજી ઉઠ્યું 'ખાલિસ્તાન'ના નારાથી : કટ્ટરપંથી સંગઠનોએ પ્રગટાવ્યો અલગાવવાદનો સૂર : દલ ખાલસા અને સિમરનજીત સિંહ માનના પક્ષ સહિતના સંગઠનો દ્વારા ભિંડરાનવાલેના પોસ્ટર અને ખાલિસ્તાની ધ્વજ પ્રદર્શિત કરાયા : 'બંદી સિંહો'ની મુક્તિ અને SGPCમાં આંતરિક વિવાદ પણ ચર્ચામાં6:33 PM IST
વંદે ભારત એક્સપ્રેસના લોન્ચિંગ પર ઓમર અબ્દુલ્લાની વળતો પ્રહાર : 'LGને બઢતી મળી, હું ડિમોટ થયો' - PM મોદી પાસે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગણી : PM મોદીએ વિશ્વના સૌથી ઊંચા ચેનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ-સ્ટેડ અંજી ખાડ બ્રિજનું ઉદ્ઘાટન કરી ૪૩,૭૮૦ કરોડના USBRL પ્રોજેક્ટને કર્યો પૂર્ણ : કાશ્મીર હવે રેલવે માર્ગે દેશ સાથે જોડાશે6:31 PM IST
ઓ બાપ રે ! ૬ વર્ષની બાળકી આતંકવાદી નીકળી : છોકરી તે બળવાખોર સંગઠન સાથે સંકળાયેલી છે જેણે ૨૨ મેના રોજ નિવૃત્ત બ્રિગેડિયર જનરલ ચો ટુન આંગની હત્યા કરી હતી : આ મામલે ૧૬ લોકોની ધરપકડ : મ્યાનમારની રાજધાની યાંગોનમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના જોવા મળી : આ ઘટના સમગ્ર વિશ્વમાં મ્યાનમાર સેનાની છબીને વધુ કલંકિત કરી રહી છે.6:21 PM IST
ભારત ગૌરવ ટ્રેન હેઠળ IRCTC લાવ્યું 'દક્ષિણ દર્શન યાત્રા' : ૨૧ જૂનથી રાજકોટથી પ્રસ્થાન : EMI સુવિધા સાથે ધાર્મિક સ્થળોના દર્શનનો અનેરો લહાવો! : તિરુપતિ બાલાજી, રામનાથસ્વામી, મીનાક્ષી મંદિર સહિતના છ મુખ્ય ધાર્મિક સ્થળોની ૧૧ દિવસની યાત્રા : સ્લીપર, 3AC અને 2AC માં મુસાફરીનો વિકલ્પ : LTC સુવિધા પણ ઉપલબ્ધ4:31 PM IST
"યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ"પોર્ટલ લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોન્ચ કર્યું : તમામ વકફ મિલકતોની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી પડશે : આઝાદી પછી દેશમાં વકફમાં સુધારાનું કાર્ય થયું , કરોડો લોકોના જીવનને લાભ પહોંચાડવા માટે આ એક મોટું પગલું છે : કિરેન રિજિજુએ વકફ મિલકતો સાથે સંકળાયેલા લોકો અને દેશભરના સામાન્ય મુસ્લિમોને ઉમીદ પોર્ટલના લોન્ચિંગ પર અભિનંદન પાઠવ્યા4:24 PM IST
અયોધ્યામાં રામ મંદિરમા સો ટકા શુદ્ધ 45 કિલો સોનાનો ઉપયોગ કરાયો : જો કર દૂર કરવામાં આવે તો તેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા થાય : કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે : ઘણા ભક્તો હાલમાં રાજા રામના દરબારમાં જઈ શકતા નથી. તેના માટે વ્યવસ્થા કરવી પડશે, રામ દરબારના દર્શન માટે પાસ આપવામાં આવશે, જોકે પાસ મફત હશે4:16 PM IST
લખનૌમાં ખળભળાટ મચાવતો કિસ્સો : રાક્ષસે અઢી વર્ષની માસૂમ બાળકી પર આચર્યો દુષ્કર્મ : પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો! : CCTV ફૂટેજથી ઓળખાયેલો બળાત્કારી દીપક વર્મા જિલ્લા છોડીને ભાગવાનો પ્રયાસ કરતા જ પોલીસના હાથે ચડ્યો : પાંચ ટીમોની મહેનત રંગ લાવી : લાખોના ઇનામની જાહેરાત પહેલા જ પત્યું પ્રકરણ4:13 PM IST
શું કોંગ્રેસ ઇન્ડિયા એલાયન્સમાંથી બહાર થશે? ત્રીજા મોરચાની માંગ : AAPએ રાહુલ ગાંધી અને તેમના પરિવાર વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરી :દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ઇન્ડિયા બ્લોકની સુસંગતતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને ત્રીજો મોરચો બનાવવાનું સૂચન કર્યુ છે : તેમણે કોંગ્રેસ પર ભાજપ સાથે અઘોષિત જોડાણ હોવાનો આરોપ લગાવ્યો 3:55 PM IST
ભારતમાં એલોન મસ્કની સ્ટારલિંકનું આગમન : કેવી રીતે કામ કરશે આ સેટેલાઇટ ઇન્ટરનેટ અને ભારતીય ટેલિકોમ ઉદ્યોગ પર શું થશે અસર? : 70+ દેશોમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપતી સ્ટારલિંકને ભારતમાં શરતી મંજૂરી : Jio-Airtelએ પણ હાથ મિલાવ્યા છતાં સ્પેક્ટ્રમ ચાર્જ મુદ્દે મતભેદ : અંતરિયાળ વિસ્તારોમાં ક્રાંતિની સંભાવના3:44 PM IST
PM મોદીએ ચિનાબ બ્રિજના ઉદ્ઘાટન બાદ પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા : 'માનવતા વિરોધી દેશ PAK, કાશ્મીરિયત પર હુમલો કર્યો' : જુઓ વિડિયો : કટરાથી શ્રીનગર માટે પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ PMએ રેલી સંબોધી : ચિનાબ બ્રિજને ભારતની ઈચ્છાશક્તિનું પ્રતીક ગણાવ્યો, કહ્યું - 'કાશ્મીરના નવા સામર્થ્યની ઓળખ'3:40 PM IST
સાબદા રહેજો! ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગની 'ત્રિપલ એટેક' ચેતવણી : ભારે વરસાદ, વાવાઝોડું અને ગરમીનું મોજું એકસાથે! : ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું : ઉત્તરપૂર્વમાં જળબંબાકાર, જ્યારે ઉત્તર ભારતમાં હજુ પણ આકરો તાપ : આગામી દિવસોમાં રાજ્યમાં 60-80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી3:29 PM IST
26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા : દિલ્હી કોર્ટે ન્યાયિક કસ્ટડી 9 જુલાઈ સુધી લંબાવી : ખરાબ સ્વાસ્થ્યને લઈ તિહાર જેલ પાસે રિપોર્ટ માંગ્યો : મુખ્ય કાવતરાખોર ડેવિડ હેડલીનો નિકટનો સાથી રાણા એપ્રિલમાં અમેરિકાથી પ્રત્યાર્પણ હેઠળ ભારત લવાયો હતો : 166 લોકોના જીવ લેનારા 2008ના ભયાનક હુમલાનો કેસ ફરી ચર્ચામાં3:28 PM IST
ટ્રમ્પ-મસ્ક વચ્ચે ભયંકર સોશિયલ મીડિયા યુદ્ધ : ઇલોન મસ્કે મહાભિયોગ અને એપ્સ્ટેઇન કનેક્શનના આક્ષેપો કર્યા : ટ્રમ્પે કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી : જાણો અત્યાર સુધી શું - શું બન્યું! : યુએસ પ્રમુખ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ વચ્ચેના સંબંધો કડવાશમાં પરિણમ્યા : ટેસ્લાના શેરમાં 15%નો ઘટાડો : મસ્કે પોતાની ભૂમિકાનો દાવો કર્યો : ટ્રમ્પે બેદરકારીનો આરોપ મૂક્યો3:10 PM IST
પાકિસ્તાન અહમદિયા મુસ્લિમ દ્વારા પાકિસ્તાનમાં આ મુસ્લિમોને બકરી ઇદની ઉજવણી પર પ્રતિબંધ : કુર્બાની બદલ 5 લાખ રૂપિયાનો દંડ કરાશે : અહમદિયા મુસ્લિમ સમુદાયે મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગને ટેકો આપીને દેશની રચનામાં ઐતિહાસિક યોગદાન આપ્યું'તું. આજે તે જ દેશમાં, તેઓ ધાર્મિક, સામાજિક અને કાનૂની અત્યાચારનો ભોગ બન્યા 2:54 PM IST
UPમાં 8 વર્ષીય બાળકીની ક્રૂર હત્યા કેસ : કોર્ટે આરોપી દીપૂને ફટકારી ફાંસીની સજા : 10 મહિનામાં આવ્યો ઐતિહાસિક ચુકાદો : કાનપુર દેહાત અગ્નિકાંડમાં ભોગ બનેલી માસૂમની માતાએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો : હત્યારાને 15.30 લાખનો દંડ પણ ફટકારાયો : પોલીસની સઘન તપાસ અને સાક્ષીઓના નિવેદનો બન્યા ચુકાદાનો આધાર1:26 PM IST
ભૂમાફિયા સામે કસાશે સકંજો :ગુરુગ્રામમાં 23 ગેરકાયદેસર વસાહતો તોડી પડાઈ :13 કંપનીઓ સહિત 70 લોકો સામે FIR દાખલ કરવા માંગ : ગુરુગ્રામના ભોંડસી અને સોહના વિસ્તારોમાં 13 થી વધુ ગેરકાયદેસર વસાહતો તોડી પાડ્યા પછી, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગે જમીન માલિકો અને મિલકત ડીલરો સામે FIR દાખલ કરવાની ભલામણ કરી2:16 PM IST
ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર આલોક કુમાર ચક્રવાલને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા : શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન અને સિદ્ધિઓ બદલ એશિયન કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ (યુકે) દ્વારા બહુમાન : પ્રો. ચક્રવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે12:10 PM IST
સરકારી તંત્રનો અનોખો છબરડો: બાગપત ડીએમ ઓફિસમાં પહોંચ્યું ભૂત! એક વર્ષથી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તેઓ જીવંત છે! : રાજેન્દ્ર શર્મા જિલ્લા મેજિસ્ટ્રેટ અસ્મિતા લાલને મળ્યા. તેમણે ડીએમને કહ્યું કે મેડમ, હું જીવિત છું અને શ્વાસ લઈ રહ્યો છું. કૃપા કરીને મારું વૃદ્ધાવસ્થા પેન્શન ફરી શરૂ કરો!11:43 AM IST
જાપાની વૈજ્ઞાનિકોએ બનાવ્યું એવું પ્લાસ્ટિક જે દરિયાના પાણીમાં ઓગળી જશે: તે ઝેરી કે જ્વલનશીલ નથી અને કાર્બન ઉત્સર્જન પણ કરતું નથી. : ઇડા કહે છે કે નવી સામગ્રી પેટ્રોલિયમ આધારિત પ્લાસ્ટિક જેટલી મજબૂત છે, પરંતુ જ્યારે તેને મીઠાના સંપર્કમાં લાવવામાં આવે છે, ત્યારે તે તરત જ તેના મૂળભૂત ઘટકોમાં તૂટી જાય છે.11:48 AM IST
વિઝા પ્રતિબંધમાંથી મુક્તિ, પૈસાનો વરસાદ... પાકિસ્તાન પ્રત્યે આટલા મહેરબાન કેમ છે ટ્રમ્પ? નિષ્ણાતે ખોલ્યું રહસ્ય : ઘણાનું માનવું છે કે ટ્રમ્પનો નિર્ણય પાકિસ્તાન સાથેના તાજેતરના ક્રિપ્ટો સોદાને કારણે છે. (WLFI) નામની ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીએ PCC સાથે કરાર કર્યા છે. ટ્રમ્પ પરિવારનો WLFI માં મોટો હિસ્સો11:41 AM IST
એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખુલ્લો જંગઃ મસ્કનો દાવો, ‘મારા વગર ટ્રમ્પ ચૂંટણી હારી જાત' ટ્રમ્પના નિવેદનો પર મસ્કનો આકરો પ્રહાર! : ‘કૃતઘ્નતા'ના આક્ષેપોથી રાજકીય ગરમાવોઃ મસ્કનો મેગા-બિલ અંગે ટ્રમ્પ પર ‘ખોટા' હોવાનો આરોપઃ બંને દિગ્ગજો વચ્ચેના સંબંધોમાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ!: પૂર્ણ કક્ષાનો વિવાદ શરૂ10:00 AM IST
કારીગર બનાવવાના નામે બાળકોને બંગાળથી રાજકોટ લાવી ગોંધી રાખી કાળી મજૂરી કરાવાતી હતીઃ શારીરિક શોષણ? જુઓ વિડિઓ : રાજકોટ મજૂરીમાં જોતરી દેવાયેલા બાળકો પૈકીનો એક ભાગીને બંગાળ પહોંચ્યો અને પોતાની સાથે બળજબરી આચરાયાની અને બીજા ૨૦ને ગોંધી રખાયાનું કહેતાં બંગાળ પોલીસે ગુનો નોંધ્યો હતોઃ એ દરમિયાન રાજકોટ શહેર એસઓજીએ મોરબી રોડ બેડી ચોકડીના ગોપાલ પાર્કમાં ત્રાટકી ગોંધી રખાયેલા ૧૯ મજૂરોને મુક્ત કરાવ્યાઃ જેમાં ૧૧ જેટલા સગીર : બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની ડ્રાઇવ દરમિયાન શહેર એસઓજીને માહિતી મળતાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં : પીઆઇ એન. વી. હરિયાણી અને ટીમે કાર્યવાહી કરીઃ બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગના બી. એમ. ઝણકાત પણ તપાસમાં સામેલ : બાળકોના શરીર પર મારના નિશાનઃ તબિબી પરિક્ષણ કરાવાયું: મુળ બંગાળના આજમાત મોૈલા સહિતની સામે ગુનો નોંધવા કાર્યવાહીઃ બંગાળ પોલીસની ટીમ પણ રાજકોટ પહોંચીઃ રાજકોટ પોલીસ ધરપકડની કાર્યવાહી કરશે પછી બંગાળ પોલીસ કબ્જો લેશે3:58 PM IST
અમરનાથ યાત્રા પ્રથમ વાર ફક્ત ૩૮ દિવસ ચાલશે: કેન્દ્રીય સુરક્ષા દળોની ૫૮૧ કંપનીઓ તૈનાત કરવામાં આવશે : કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર : પહલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પવિત્ર યાત્રાની સુરક્ષા માટે ખાસ સિક્યોરિટી પ્લાન તૈયાર કરાયો છે: એક વ્યવસ્થિત યોજના બનાવવામાં આવી છે જેમાં સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના સામેલ 9:16 PM IST
લાહોરમાં 'ટ્રાવેલ એજન્સી' ચલાવતી પાકિસ્તાની નોશાબા શહેઝાદ કોણ છે ?: ભારતમાં 500 જાસૂસોનું સ્લીપર સેલ નેટવર્ક બનાવ્યું : શહજાદાના પતિ નિવૃત્ત પાકિસ્તાની સિવિલ સર્વિસ ઓફિસર: ISI એ નોશાબા શહેઝાદને 'મેડમ એન' કોડ નામ આપ્યું: પાકિસ્તાની સેના અને ISI સાથે મજબૂત સંબંધો : શહઝાદને દિલ્હી સ્થિત પાકિસ્તાન દૂતાવાસ સુધી પહોંચ9:46 PM IST
પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે :ઓવૈસીએ કહ્યું- અમે ભારતનો પક્ષ અસરકારક રીતે રજૂ કર્યો : સાઉદી અરેબિયા અને અન્ય દેશોની મુલાકાત લેનારા સંસદસભ્યોના પ્રતિનિધિમંડળના ભાગ રહેલા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ જૂથે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન આપવા સામે યજમાન દેશો સમક્ષ ભારતનો પક્ષ મજબુતીથી રજૂ કર્યો 11:23 PM IST
મુંબઈના ચર્ચગેટ સ્ટેશન પર દુકાનમાં આગ : શોર્ટ સર્કિટથી ભીષણ જ્વાળાઓ : મુસાફરોમાં અફરાતફરી : જોકે કોઈ જાનહાનિ નહીં! : જુઓ વિડીયો : વેસ્ટર્ન લાઈન પર સાંજે ૫:૨૬ વાગ્યે ઘટના : તાત્કાલિક ફાયર બ્રિગેડ પહોંચી : ઝડપી કાર્યવાહીથી પાંચ મિનિટમાં આગ પર કાબુ : રેલવે સ્ટાફની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી10:03 PM IST
યોગી આદિત્યનાથના ૫૩મા જન્મદિવસે બાયોપિક 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'નું રોમાંચક ટીઝર રિલીઝ! : જુઓ વિડીયો : ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રીના જીવનગાથાને પડદા પર જીવંત કરાશે : અભિનેતા અનંત વિજય જોશી યોગીના પાત્રમાં જોવા મળશે : પરેશ રાવલ સહિતના કલાકારોની મહત્વની ભૂમિકા : ફિલ્મ ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ થશે રિલીઝ10:28 PM IST
એલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખુલ્લો જંગ : મસ્કનો દાવો, "મારા વગર ટ્રમ્પ ચૂંટણી હારી જાત," ટ્રમ્પના નિવેદનો પર મસ્કનો આકરો પ્રહાર! : 'કૃતઘ્નતા'ના આક્ષેપોથી રાજકીય ગરમાવો : મસ્કનો મેગા-બિલ અંગે ટ્રમ્પ પર "ખોટા" હોવાનો આરોપ : બંને દિગ્ગજો વચ્ચેના સંબંધોમાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ! : પૂર્ણ કક્ષાનો વિવાદ શરૂ10:59 PM IST
જુઓ ઢગલાબંધ સમાચારો : ઉડતી નજરે ફટાફટ વાંચી જાવ11:15 PM IST
તે અમને એકલા છોડી દે...આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું: શશી થરુરે ભાજપમાં જોડાવા મામલે મૌન તોડ્યું : શશી થરૂરે કહ્યું કે જે લોકો રાષ્ટ્રીય હિતમાં કામ કરવાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માને છે તેમણે પોતાની જાતને પ્રશ્ન કરવો જોઈએ. તેમણે પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે જો પાકિસ્તાન તેમને એકલા છોડી દેશે, તો ભારત પણ તેમને એકલા છોડીને ખુશ થશે.11:29 PM IST
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો : ચાંદી પ્રતિ કિલો ₹૧,૦૪,૧૦૦ની સર્વોચ્ચ સપાટીએ : સોનું પણ લાખ રૂપિયાની નજીક! : રાષ્ટ્રીય અને સ્થાનિક બજારોમાં કિંમતી ધાતુઓની રેકોર્ડબ્રેક તેજી : અમદાવાદમાં ચાંદી ₹૧,૦૩,૦૦૦ અને શુદ્ધ સોનું ₹૧,૦૧,૦૦૦ને પાર : આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટ્યું પણ ચાંદીમાં જોરદાર તેજી11:33 PM IST
પાકિસ્તાનનું બેવડું વલણ દૂર નહીં થાય ત્યાં સુધી ખતરો રહેશે: સંઘ વડા મોહન ભાગવતે પાડોશી દેશને ઠમઠોર્યું : તેમણે કહ્યું - ઓપરેશન સિંદૂર માટે ભારત સરકાર અને સશસ્ત્ર દળોના નેતૃત્વને હાર્દિક અભિનંદન. હિન્દુ યાત્રાળુઓના ક્રૂર હત્યાકાંડમાં પીડિત પરિવારો અને સમગ્ર દેશને ન્યાય અપાવવાની આ કાર્યવાહીએ સમગ્ર દેશનું આત્મસન્માન અને હિંમત વધારી 11:34 PM IST
પાક સેના પ્રમુખ આસિમ મુનીરની ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર આંતરરાષ્ટ્રીય બદનામી : લાખો લોકો સામે ઉડાવવામાં આવી મજાક!: જુઓ વિડીયો : બિલબોર્ડ પર મુનીરને 'જૂઠ્ઠો' અને 'ધોખાધડી માર્શલ' ગણાવાયા : ઈમરાન ખાનના સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં રાષ્ટ્રપતિ ઝરદારી અને વડાપ્રધાન શરીફને 'બે ઠગ' તરીકે દર્શાવાયા : પાકિસ્તાનની આંતરિક રાજકીય સમસ્યાઓ ફરી ચર્ચામાં11:42 PM IST
૮૮ વર્ષીય દાદીમાએ ૬૦ વર્ષ પછી ગર્ભાવસ્થાના કારણે અધૂરી રહેલી કોલેજની ડિગ્રી મેળવી : 'મન હોય તો માળવે જવાય' કહેવત સાર્થક કરી! : મેઈન યુનિવર્સિટીમાંથી શિક્ષણની ડિગ્રી મેળવી જીવનભરનું સ્વપ્ન પૂરું કર્યું : પુત્રીના પ્રયાસો ફળ્યા : યુનિવર્સિટીના ઇતિહાસના સંભવતઃ સૌથી વૃદ્ધ સ્નાતક બન્યા : હૃદયમાં રહેલો ખાલીપો ભરાઈ ગયો હોવાની લાગણી વ્યક્ત11:45 PM IST
'દીકરા, કસમ ખા, તું સાચું કહી રહ્યો છે'...:મુઝફ્ફરપુર બળાત્કાર પીડિતાના પરિવારને મંત્રીનો વિવાદી પ્રશ્ન : મુઝફ્ફરપુરમાં બળાત્કાર પીડિતાના પરિવારને મળવા આવેલા પંચાયતી રાજ મંત્રી કેદાર ગુપ્તાએ ડેપ્યુટી સીએમ વિજય સિંહા સાથે પરિવારના એક સભ્યને ધક્કો માર્યો અને કહ્યું, "દીકરા, સાવધાન રહેજે કે તું સાચું કહી રહ્યો છે." મંત્રીનો ધક્કો મારવાનો વીડિયો પણ વાયરલ12:46 AM IST

જાગૃત રેલી....

ઐસા દેશ હૈ મેરા....

સફાઈ અભિયાન....

જળબમ્બાકાર....
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-૧૯ના ૧૭૦ નવા કેસ : 'નવી લહેર'નો સંકેત? એક્ટિવ કેસ ૭૦૦ને પાર : આજે કુલ 68 દર્દીઓએ ડિસ્ચાર્જ મેળવ્યો : ૨૩ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ : રાજ્યમાં કુલ ૭૧૭ સક્રિય કેસ નોંધાયા : જોકે ૬૯૪ દર્દીઓ હોમ આઈસોલેશનમાં : ચિંતાજનક આંકડા છતાં હોસ્પિટલાઈઝેશન ઓછું : નાગરિકોને કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવા અપીલ8:00 PM IST
હિમતસિંહ પટેલે ત્રણ ડઝન જેટલા કોંગ્રેસ નેતાઓનું ભવિષ્ય બગાડયુ :અમિત નાયકના આક્ષેપ બાદ હિમતસિંહનો જવાબ : કહ્યું- બદનામ કરવાનું રાજકારણ : અમિત નાયકે શહેર પ્રમુખ હિમતસિંહ પટેલ સામે આક્ષેપ કરતી પોસ્ટ સોશિયલ મિડિયામાં શેર કરી જેમાં હિમતસિંહ પટેલ ભાજપના નેતા અને તેના હરીફ ઉમેદવાદના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા6:59 PM IST
ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO તરીકે તપન રાયનો કાર્યકાળ ૧૦ જૂને પૂર્ણ થશે : નેતૃત્વ પરિવર્તનના એંધાણ : નવા અધિકારીની શોધખોળ શરૂ : વહીવટી અને કોર્પોરેટ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા રાયના નેતૃત્વમાં ગિફ્ટ સિટીમાં ૫૫૦થી વધુ સંસ્થાઓ અને ૨૦,૦૦૦થી વધુ કર્મચારીઓ કાર્યરત થયા : બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડો. હસમુખ અઢિયા સહિતના દિગ્ગજો6:10 PM IST
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સશક્તિકરણ માટે FPO વિશેષ પ્રયત્નો કરે : આચાર્ય દેવવ્રતજી : પ્રાકૃતિક ખેતી પર આધારિત 97 જેટલા ખેડૂત ઉત્પાદન સંગઠનોની કાર્યક્ષમતા નિર્માણ માટે બે દિવસીય કાર્યશાળા યોજાઈ: ભૂમિની ઉત્પાદકતા અને ભૂગર્ભ જળ વધારવા, પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા, લોકોનું સ્વાસ્થ્ય સુધારવા અને ખેડૂતોની આવક વધારવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર કલ્યાણકારી ઉપાય6:27 PM IST
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ 2025 : ગુજરાત સરકારનો 'સુરક્ષિત ખોરાક સ્વસ્થ ભવિષ્યનો આધાર' મક્કમ નિર્ધાર : 10.5 કરોડનો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વર્ષ દરમિયાન 190થી વધુ રેડ કરીને 351 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થ જપ્ત કરાયો : 6.21 કરોડનો દંડ ફટકારાયો, અને 15.3 ટન બગડેલો ખોરાક નષ્ટ કરાયો1:01 PM IST
હિંમતનગરની આરકે આંગડિયા પેઢીમાં પોલીસના દરોડા: જૂનાગઢના બુટલેગરના પુત્રના 92.10 લાખના વ્યવહારો ખુલ્યા : 50 લાખ કબ્જે : આંગડિયા પેઢીના સંચાલક ગૌતમ અને પંકજને જૂનાગઢ હાજર રહેવા નોટિસ: ધીરેન કારીયા રાજસ્થાન, પંજાબ અને હરિયાણાથી દારુનો જથ્થો હેરફેર કરતો:દારુના હેરફેરને લઈ રકમના વ્યવહારો હોવાની આશંકાએ તપાસ1:24 PM IST
પ્રદીપસિંહ જાડેજા.. પીએસઆઈથી માંડી ડેપ્યૂટી પોલીસ કમિશનર સુધીની સફર : રાજકોટ તાલુકાના સૂકી સાજડીયાના વતની કાબેલ અધિકારી સાથે સામાન્ય લોકોના હમદર્દ તરીકે રાજ્યભરમાં જાણીતા છે :પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા પોલીસ તંત્રને એક મેસેજ આપવા એસીપી દરજ્જે બઢતી મેળવનાર અધિકારીના યુનિફોર્મ સોલ્ડર પર અશોકચક્ર અને સ્ટાર સેક્ટર વડા રાજપાલસિંહ રાઠોડને સાથે રાખી હોંશભેર લગાડ્યા10:18 AM IST
શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતના શહેરોમાં ૧૭૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનો મેગા બુસ્ટ! : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ગતિશીલ શહેરો'ના વિઝનને સાકાર કરવા આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, નડિયાદ, વાપી, નવસારી મહાનગરપાલિકાઓ સહિત અમદાવાદ અને ગાંધીનગરમાં માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ અને પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સને એકસાથે મંજૂરી5:34 PM IST
શરીર સંબંધ બાંધતા ન આવડતું હોય તો બોયફ્રેન્ડ પાસે શીખીને આવવું જોઈએ , વિકૃત પતિ મને પત્નીને વીડિયો જોઇને સંબંધ બાંધવાનું દબાણ કરતો અને જો સંબંધ બાંધવા ન દેય તો નખથી ઇજાઓ કરતો : અમદાવાદમાં 34 વર્ષીય પરિણીત મહિલાએ પતિના પાપનો પર્દાફાશ કરતાં ગંભીર આરોપ મૂકયાં : પતિ તેના શરીર પર માર્કરથી અશ્લીલ ચિત્રો દોરતો હતો અને બિભત્સ માગ કરતો : આરોપી મૂળ જુનાગઢનો છે પાયલોટ હોવાથી કતાર જવા માટે વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા 4:47 PM IST
સુરતની BRTS બસમાં ડ્રગ્સના નશામાં લોકોને ધમકાવનાર વીર ઠક્કરને સુરત પોલીસે મહારાષ્ટ્રના ચાલીસ ગાંવથી ઝડપી પાડ્યો : નવ ગુનામાં પોલીસના હાથે ઝડપાય ચૂક્યો હતો : આરોપીએ વીડિયોમાં જે પડીકી બતાવી હતી તે ડ્રગ્સની પડીકી મહારાષ્ટ્રથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું :આરોપી વીડિયોમાં રોફ જમાવવા માટે રોયલ કાઠીયાવાડી હોવાનું કહેતો હોય છે પરંતુ ખરેખર તે કોઈ રોયલ ફેમિલીમાંથી નથી4:52 PM IST
વિશ્વ પર્યાવરણ દિવસ 2025 : ગુજરાતમાં ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ અભિયાન હેઠળ 12 બીચ પરથી 18,350 કિલો કચરો એકત્રિત કરાયો : GEMI દ્વારા #BeatPlasticPollution થીમ હેઠળ 22 મે થી 5 જૂન સુધી રાજ્યવ્યાપી જાગૃતિ ઝુંબેશ યોજાઈ : નુક્કડ નાટકો, કચરાનું વર્ગીકરણ અને પ્લાસ્ટિક કચરા એકત્રીકરણ જેવા કાર્યક્રમોમાં હજારો નાગરિકો સહભાગી થયા12:50 PM IST
ગુજરાતમાં સરકારી-ગૌચરની ખુલ્લી થયેલ જમીનમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરો : મુખ્યમંત્રી-વન પર્યાવરણ મંત્રી, વડાપ્રધાનશ્રીની ‘એકપેડ માકે નામ' ઝુંબેશને ચારચાંદ લગાવવા ગુજરાતના વન વિભાગ-ખાનગી નર્સરીઓ-સામાજીક સેવાકીય સંગઠનોના સહકારથી લાખો વૃક્ષોનું વાવેતર શકય બનશે સરકારી-ગૌચરની જમીનમાં વૃક્ષારોપણ કરવાથી ભવિષ્યમાં ફરી થનાર દબાણથી જમીનો મુકત રહેશે10:01 AM IST
૬૩ લાખનુ MD ડ્રગ્સ યુવા પેઢી સુધી પહોંચે તે પહેલા ઝડપી લેવાયું : આણંદ જિલ્લા અને ખાસ કરી વિધાનગરના વિદ્યાધામને ડ્રગ્સ નગર બનતું રોકવાના અભિયાનને મોટી સફળતા મળી : આણંદના બે શખ્સો પોતાના ઇરાદામાં કામબીયાબ થાય તે પહેલાં અમારી ટીમ દ્વારા ઊભા કરેલ નેટવર્ક દ્વારા કરમસદ નજીકથી જબ્બે. અકિલા સાથેની વાતચીતમાં જેમના માર્ગદર્શન હેઠળ સફળતા મળી તેવા જિલ્લા પોલીસવડા ગૌરવ જસાણી અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કારસ્તાન કથા વર્ણવે છે3:49 PM IST
રાજકોટમાં તબીબી ક્રાંતિ : ડાયાબિટીસ ફૂટ, બર્ન્સ અને અલ્સરના ન રુઝાતા ઘાની વિશિષ્ટ સારવાર માટે રાષ્ટ્રીય તજજ્ઞ ડો. બી.એસ. નાગોબા રાજકોટને આંગણે : બધેકા ટ્રસ્ટ ફોર એજ્યુકેશન, કલ્ચર, સાયન્સ એન્ડ હ્યુમિનિટીઝ અને ટ્રસ્ટ બોલબાલા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, 11,000 થી વધુ દર્દીઓને સાઇટ્રિક એસિડથી સફળ સારવાર આપનાર મહારાષ્ટ્રના ડો. નાગોબા 7મી જૂને જાહેર વ્યાખ્યાન આપશે : 8મી જૂને બોલબાલા ટ્રસ્ટ ખાતે મફત તબીબી કેમ્પનું પણ આયોજન3:53 PM IST
સાંજે ભૂપેન્દ્રભાઇ રાજકોટમાં: શહેરને પપ૭ કરોડના વિકાસ કામોની ભેટ : પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે તમામ લોકાર્પણ-ખાતમુર્હુતોઃ જડબેસલાક બંદોબસ્તઃ હિરાસરથી બાય રોડ રાજકોટ આવશે : ૬૬ કેવીના ૭ સબ સ્ટેશનોનું લોકાર્પણ ૪ લાખ લોકોને ૧૦૦ લીટર પાણી યોજના : ઝનાના હોસ્પીટલમાં ૧૪ કરોડના ખર્ચે મલ્ટીલેવલ કાર પાર્કીંગ સુવિધા : ખીરસરા-લોધીકા રોડ ટનાટન બનાવાયો ૧૦પ કરોડના ખર્ચે નવા રસ્તા-પૂલ બનશે : પ૧ કરોડના ખર્ચે કોર્પોરેશનના ૧૭ વિકાસ કામોઃ જસદણનું આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ તરીકે અપગ્રેડ રૂડા દ્વારા ૬ કરોડના ખર્ચે તરઘડીથી બાઘી સુધી બિટયુમિનલ રોડ બનશે : જસદણમાં ૮ાા કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ સંકુલનું નિર્માણ2:48 PM IST
રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત : ગાંધીગ્રામ, લક્ષ્મીનગર, કે. જે. સોસાયટી, નાના મૌવા, પ્રગતિ સોસાયટી, અયોધ્યા સોસાયટી, જામનગર રોડ, સરસ્વતી સોસાયટી અને અવંતિકા પાર્ક વિસ્તારોમાં વધુ 9 નવા કેસ નોંધાતા કુલ આંક 77 પર પહોંચ્યો : તંત્ર એલર્ટ મોડ પર : 3 દર્દીઓને બાદ કરતાં કોઈની ટ્રાવેલ હિસ્ટ્રિ નથી : શહેરમાં કોરોના સંક્રમણ ચિંતાજનક સ્તરે : 32 દર્દીઓ સાજા થયા છતાં 45 સક્રિય કેસો સાથે આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો : ત્રીજી લહેરની દહેશત વચ્ચે સાવચેતીના પગલાં ભરવા અપીલ11:17 AM IST
ત્રંબા-મહિકા પાસે બોલેરો પૂલ પરથી ખાબકીઃ યાંત્રીક કાર્યપાલ ઇજનેર અને ડ્રાઇવરના મોત : મુળ વલસાડના હાલ બહુમાળી પાસે ક્વાર્ટરમાં રહેતાં માર્ગ મકાન વિભાગના અધિકારી સી.સી. પટેલ અને હંગામી ડ્રાઇવર બજરંગવાડીના જાવેદભાઇ પઢીયાર ગઇકાલે ભાવનગર સરકારી કામે ગયા હતાં: રાતે અથવા વહેલી સવારે પરત આવતી વખતે બનાવઃ સવારે ખેડૂતે ગાડી ઉંધી જોતાં પોલીસને જાણ કરી : મૃત્યુ પામનાર ચંપકભાઇ પટેલ મુળ વલસાડના વતનીઃ ત્રણ વર્ષથી રાજકોટ ફરજ બજાવતાં હતાં: દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ડ્રાઇવર જાવેદભાઇને સાત વર્ષનો એક પુત્રઃ એક બહેનથી નાના અને પરિવારનો આધાર હતાં: ફાયર બ્રિગેડની ટીમે પહોંચી ફસાયેલા બંનેને બહાર કાઢયાઃ ૧૦૮ના તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યાઃ આજીડેમ પોલીસે કાર્યવાહી કરી2:47 PM IST
નવાગામ પાસે ‘હિટ એન્ડ રન'માં યુપીના યુવાનનું, કુવાડવા પાસે ટેમ્પોની ઠોકરે ઉધમપુરના યુવાનનું મોત : ઉત્તરપ્રદેશનો અભિષેક રસ્તો ઓળંગતો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયોઃ સારવારમાં દમ તોડયોઃ ઉધમપુરના કેવલસીંગનું ઘટના સ્થળે જ મોતઃ કુવાડવા પોલીસે બંને વાહનચાલકો સામે ગુનો નોંધ્યો2:36 PM IST
વાવડીમાં મિત્રના કુટુંબી ભાઇના મકાન ભાડાના ડખ્ખામાં વાલકેશ્વર સોસાયટીના નિર્દોષ વિપુલ મકવાણાની હત્યા : મિત્ર શકીલને તેના કુટુંબી ભાઇ અવેશનો ફોન આવતાં તેની સાથે વિપુલભાઇ મકવાણા પણ ગયો હતોઃ અવેશના મકાન માલિક સહિતે ધોકા-પાઇપ ફટકારી મોતને ઘાટ ઉતાર્યોઃ તાલુકા પોલીસે ભગીરથસિંહ વાઘેલા સહિત પાંચને સકંજામાં લીધાઃ ભગવતીપરાના અવેશ શાહમદારે લવેમેરેજ કર્યા હોઇ પરિવારથી અલગ વાવડી ભગીરથસિંહ વાઘેલાના ખોડલ પેલેસના રૂમમાં રહેતો હતોઃ અવેશને પરિવારજનો સાથે મનદુઃખ હોઇ માતા, બહેન સહિતના વાત કરવા આવતાં તેણે કુટુંબી ભાઇ શકીલને બોલાવ્યો હતોઃ શકીલ સાથે મિત્ર વિપુલ પણ ગયો હતોઃ બધા વાત કરતાં હતાં ત્યારે રૂા. ૨૫૦૦ ભાડુ લેવા આવેલા મકાન માલિક ભગીરથસિંહના પત્નિને અવેશની પત્નિ સાથે ચડભડ થયા બાદ તેણીએ પતિ સહિતને બોલાવ્યા અને વાત વણસી : હત્યાનો ભોગ બનનાર વિપુલભાઇના છુટાછેડા થઇ ગયા હતાં: વિધવા માતા અને ૧૬ વર્ષના પુત્રનો આધારસ્તંભ હતોઃ બે ભાઇ અને એક બહેનમા નાનો હતોઃ મકવાણા પરિવારમાં ગમગીની2:47 PM IST
સગીર પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારવા અંગે પાલક પિતાને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા : રાજકોટમાં બનેલ કલંકિત ઘટનામાં પોકસો કોર્ટનો મહત્વનો ચૂકાદોઃ પીડીતાની માતાએ છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન કરતા સાવકા પિતાએ પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી પુત્રી ઉપર નજર : બગાડી હવસનો શિકાર બનાવીઃ સરકારી વકીલે રજૂ કરેલ પુરાવાને ધ્યાને લઈને કોર્ટે પાલક પિતાને જીવે ત્યાં સુધીની સજા ફટકારીઃ ભોગ બનનારને સાત લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટેનો આદેશ2:30 PM IST
ચાલો કરીએ એક પૃથ્વી , એક સ્વાસ્થ્ય માટે યોગઃ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના વિઝનને અનુસરીને આયુષ મંત્રાલય દ્વારા થતા પ્રયાસોને કારણે યોગ હવે ઘરઘરની ઓળખ બનતું જાય છેઃ જયારે યોગ એક વૈશ્વિક મહોત્સવ બની ગયો છે ત્યારે આ વર્ષે આંતરાષ્ટ્રીય યોગ દિવસ કઈ રીતે ખાસ હશે જાણવા જેવું છે3:36 PM IST
દેશ-વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક છો ? શિષ્યવૃતિ હાજરઃ કરો અરજી : સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅો તથા બી.ઍસ.સી., બી.ટેક. અથવા તો ઍમ.બી.બી.ઍસ. કરતી વિદ્યાર્થીનીઅો માટે સ્કોલરશીપ ઉપલબ્ધ €ઍસ.ટી. કેટેગરીના માસ્ટર્સ, પી.ઍચ.ડી. અને પોસ્ટ ડોકટરલ ડીગ્રી ધારક વિદ્યાર્થીઓ માટે ફોરેનની સંસ્થાઓમાં અભ્યાસની તક3:46 PM IST
જામનગરમાં ગાયત્રી જયંતિની ભવ્ય ઉજવણી : યજ્ઞ, નેત્રયજ્ઞ અને મેડિકલ કેમ્પ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા : શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા : શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે હર્ષોલ્લાસભેર મહાદીપ યજ્ઞ અને મંત્રજાપનો કાર્યક્રમ યોજાયો : નિ:શુલ્ક નિદાન અને સારવારનો લાભ લેવા સેંકડો લોકો ઉમટ્યા : આધ્યાત્મિકતા અને સેવાકાર્યનો સંગમ10:24 PM IST
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા આઠ કેસ નોંધાયા : કુલ સક્રિય કેસ ૫૪ પર પહોંચ્યા : આજે કુલ 5 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને હાલ 38 દર્દીઓ હોમ આઇસોલેશનમાં : શહેરમાં ફરી ચિંતાનો માહોલ : ડેન્ટલ હોસ્ટેલ, ક્રિકેટ બંગલો, ઓશવાલ કોલોની, વાલકેશ્વરી, પ્રતાપનગર અને પી.જી. હોસ્ટેલ જી.જી.એચ. વિસ્તારોમાં સંક્રમણ : આરોગ્ય તંત્ર એલર્ટ5:46 PM IST
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાનું વૃક્ષારોપણ મહાઅભિયાન : વૃક્ષાક્રોપણ માટે ૧૦ કરોડના ફંડની જાહેરાત : હરિકળષ્ણ એક્સપોર્ટના કર્મચારીઓ, કારીગરો વૃક્ષારોપણ કરીને પૈસા મેળવશે : એક વૃક્ષ દીઠ ઉછેર બદલ એકહજાર રૂપિયા કારીગરોને ચૂકવાશે : આ વર્ષમાં કારીગર સો વૃક્ષ વાવીને રૂપિયા એક લાખની કમાણી કરી શકશે : હરિકળષ્ણ એક્સપોર્ટનો ગુજરાતને હરિયાળું બનાવવા પ્રયાસ : જો અમારી જેમ બધી કંપની આવો પ્રયાસ કરે તો ભારત વિશ્વનો સૌથી હરિયાળો પ્રદેશ બનશેઃ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા 1:42 PM IST
ક્રિકેટરની પત્નીની ડાયરીમાં શું છે?10:39 AM IST
CISF અને SBI વચ્ચે થયાં મહત્વપૂર્ણ બેંકિંગ :MOU” : એમ.ઓ.યુ. અનુસાર હવે જવાનો અને તેમના પરિવારજનોને બેકિંગ ક્ષેત્રના અનેક નવીન લાભો મળતા થશે હવાઇ દુર્ઘટનાના કિસ્સામાં ૧.પ કરોડનું વળતર મળશે અને સેવા આપતા કર્મચારીઓ માટે ૧૦ લાખનું ટર્મ ઇન્શ્યોરન્સ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું : કાયમી સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માટે ૧ કરોડનું કવર પણ પ્રદાન કરવામાં આવશે 1:48 PM IST
જામજોધપુરમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી : રામાપીર મંદિર પાસે ‘તીનપતી રોન પોલીસ’ રમતી ૭ વ્યક્તિઓ ઝડપાઈ : રોકડા ₹૨૨,૦૮૦ જપ્ત : રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી જામજોધપુર પોલીસે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો : સ્થાનિકોમાં પોલીસની સક્રિયતાથી રાહત11:44 PM IST
વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ નંબર 26 ના એફિડેવિટમાં 8.2 નંબરનો પેરેગ્રાફ ડીલીટ કરી દીધો : આદમી પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ : ભાજપના ઉમેદવાર દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધમાં અમે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરી છે :વિસાવદરની જનતાએ કિરીટ પટેલને મત આપી પોતાનો મત વેડફવો નહીં કેમ કે તેમનું ફોર્મ રદ જ થવાનું છે અથવા તો તે ભવિષ્યમાં ડીસકોલીફાઈ જ થશે : આમ આદમી પાર્ટીના નેતા પ્રણવ ઠક્કર4:11 PM IST
ભાવનગરના ત્રણ બુટલેગરો પાસા હેઠળ જેલમાં 11:35 AM IST
નરેન્દ્રભાઇ મોદીના આહવાન અને પ્રેરણાથી કચ્છી નુતનવર્ષ અષાઢી બીજની ઉજવણીમા સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવલનું આયોજન : કચ્છના ઉધોગો વિવિધ સંસ્થાઓ – સમુદાયો પોતાની કૃતિઓ રજુ કરશે તમામ કૃતિઓ ના આશ્વાસન ઇનામો રૂ.૫૦૦૦/- આપવામાં આવશે, વિશિષ્ટ પાંચ કૃતિઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવશે : વિનોદભાઇ ચાવડા1:06 PM IST
સંગઠીત ગુન્હાહિત ગેંગના મુખ્ય આરોપી ધીરેન કારીયા ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે. શેઠએ પ્રોહીબીશનની ગે.કા. પ્રવૃતિના આર્થિક વ્યવહારોથી મેળવેલ રૂપિયા પચ્ચાસ લાખ ગુજ.સી.ટોકના ગુન્હા હેઠળ કબ્જે કરતી જૂનાગઢ પોલીસ : ગેરકાયદેસર બેનામી વ્યવ્હારો બાબતે ઇન્કમ ટેકસ તથા ઇ.ડી.ને તપાસ કરવા રીપોર્ટ કરવામાં આવશે : વધુ તપાસનો ધમધમાટ : ધીરેન અમૃતલાલ કારીયાને વ્હેલીતકે દબોચી લેવા પ્રયાસો3:12 PM IST
બ્રિટનમાં ઘરના ભાડા આસમાને વિદ્યાર્થીઓ માટે રહેવું મુશ્કેલઃ પૈસા ઉધાર લઈને ભાડું ચૂકવી રહ્યા છે : ઉચ્ચ શિક્ષણ માટે બ્રિટનને સારો દેશ માનવામાં આવે છે, પરંતુ અહીં ભાડામાં વધારો થવાને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે :લંડનમાં વિદ્યાર્થીઓને સૌથી વધુ ભાડું ચૂકવવું પડે છે જ્યાં ભાડું દર મહિને ૧,૨૧૧ પાઉન્ડ છે. બીજી તરફ, ઉત્તરી આયર્લેન્ડમાં ભાડું દર મહિને ૯૦૪ પાઉન્ડ છે10:21 AM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
"આ પ્રકરણનો અંત! રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, આ સુંદર સફર દરમિયાન તમારા બધાના સમર્થન બદલ આભાર.": ભારતીય ક્રિકેટર પીયૂષ ચાવલાની અચાનક ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ : IPL સીઝન 18 માટે હરાજીની યાદીમાં પોતાનું નામ પણ આપ્યું હતું તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી પરંતુ કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં,તે વેચાયો નહીં4:14 PM IST
નોર્વે ચેસમાં ચોથી જીત બાદ ગુકેશ ગૌરવની નજીક5:57 PM IST










































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી





























































































































































































































