News of Monday, 31st March 2025
પ્રવાસ મોંઘો થશેઃ રાજ્યના અનેક ટોલનાકા પર કાલથી ભાવ વધારો
રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ૫ થી માંડીને ૪૦ રૂપિયા સુધીનો વધારો

અમદાવાદ તા.૩૧: તાજેતરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(GSRTC)એ બસના ભાડામાં વધારો કર્યો હતો, હવે રાજ્યના અનેક ટોલનાકા પર ૧ એ-લિથી ભાવ વધારો લાગુ થવા જઈ રહ્યો છે. આ વધારાને કારણે વાહનચાલકોએ વધુ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. અમદાવાદ વડોદરા એક્સ-ેસ વે અને નેશનલ હાઇવે ૪૮ પર પણ ટોલ ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર ૫ થી માંડીને ૪૦ રૂપિયા સુધીનો વધારો કરાયો છે.
અહેવાલ મુજબ અમદાવાદ વડોદરા એક્સ-ેસ વે પર ફોર વ્હિલ વાહનચાલકોએ રૂ.૧૩૫ના બદલે રૂ.૧૪૦ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે બસ અને ટ્રક જેવા મોટા વાહનો માટે ટોલ રૂ. ૪૬૫ થી વધીને રૂ. ૪૮૦ થશે. વડોદરાથી આણંદ વચ્ચે કાર માટેનો ટોલ ટેક્સ રૂ.૫૦થી વધીને રૂ.૫૫ અને વડોદરાથી નડિયાદ વચ્ચે રૂ.૭૦થી વધીને રૂ.૭૫ રૂપિયા કરાયો છે. રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર અને જીપ માટેની ટોલ ટેક્સ રૂ.૧૧૦ જ્યારે વાસદથી વડોદરા સુધી કાર અને જીપ માટે ૧૬૦ રૂપિયા ટોલ વસૂલવામાં આવશે..
ભરથાણા ટોલપ્લાઝા પર કાર અને જીપનો ટોલ ટેક્સ રૂ.૧૫૫થી વધીને રૂ.૧૬૦ થશે. પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે.
વીરતા પુરસ્કાર પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર મેળવનાર તેમજ વેલીડ અધિકારી દ્વારા પ્રમાણિત ફોટો સાથેનું ઓળખપત્ર બતાવવા પર પણ ટોલ ટેક્સની ચૂકવણીમાંથી રાહત મળશે. (૩પ.૧૧)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
