News of Monday, 31st March 2025
સુરતમાં અર્ધ નગ્ન હાલતમાં નશામાં ધુત યુવકે હોબાળો મચાવ્યો: બસ રોકીને તમાશો કર્યો
પુણાગામ સીતાનગર ચોકડી પાસે સીટી બસની આગળ ઉભો રહી અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક બસ આગળ રોડ પર જ સુઈ ગયો હતો

સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં એક યુવકે સીટી બસને રોકીને તમાશો કર્યો હતો. અર્ઘ નગ્ન હાલતમાં નશામાં ધુત યુવકે બસને રોકીને તમાશો કરતા ત્યાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ સુરત શહેરના પુણાગામ સીતાનગર ચોકડી પાસે સીટી બસ પસાર થઇ રહી હતી ત્યારે અર્ઘ નગ્ન હાલતમાં એક યુવક બસની આગળ ઉભો રહી ગયો હતો. યુવક આગળ ઉભો રહી જતાં ચાલકને બસ રોકવાની ફરજ પડી હતી. અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક બસ આગળ રોડ પર જ સુઈ ગયો હતો. યુવકે હંગામો મચાવતા ત્યાં લોકો પણ એકઠા થઇ ગયા હતા.
બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. યુવકની અટકાયત કરી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. તેની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હીરપરા હોવાનું બહાર આવ્યું હતું. નશામાં આ કૃત્ય કર્યું હોવાનું તેણે પોલીસ સમક્ષ કબુલ્યું હતું. જેથી પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
