<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

સુરતના ભેસ્તાનમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરનાર 2 આરોપીઓ પકડાયા

વિડિઓ કોલ કરી CBI અધિકારી તરીકે ઓળખ આપી: પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું જણાવી ધરપકડ કરવાની ધમકી આપી

સુરત : ભેસ્તાનમાં શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 20 લાખ પડાવવાના મામલામાં સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી નવાઝ માણેક અને શાહનવાઝ વાઢાને જામનગરથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફરિયાદીને વીડિયો કોલ કરી CBI અધિકારી તરીકે  ઓળખ આપી હતી. પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું જણાવી ધરપકડ કરવાની  ધમકી આપી હતી. આરોપીઓએ શિક્ષકને ધમકી આપી  20 લાખ રૂપિયા આપ્યા હતા.

(1:58 PM IST)