<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા દ્વારા નર્મદા પરિક્રમા સુવિધાઓનું સઘન નિરીક્ષણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' મંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ધાર્મિક પરંપરાઓના સંરક્ષણ સાથે આધુનિક સુવિધાઓનો વિકાસ : યાત્રિકો માટે પીવાનું પાણી, સ્નાન માટેના ઘાટ, મહિલાઓ માટે અલાયદા ચેન્જિંગ રૂમ, લાઇટિંગ અને આરોગ્ય કેન્દ્રોની સુવિધા પ્રત્યક્ષ નિહાળી : સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત સીસીટીવી (CCTV) કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રા.ક.મંત્રી જયરામભાઇ ગામીતના માર્ગદર્શન હેઠળ આયોજન4:22 PM IST

 આમ આદમી પાર્ટી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પહેલું લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરશે:"આપ" સ્થાનિક ચૂંટણીઓમાં કોઈ ગઠબંધન કરશે નહીં : ભાજપ-કોંગ્રેસની જેમ નેતાઓના દીકરાઓને નહીં પરંતુ સામાન્ય લોકોને આમ આદમી પાર્ટી ટિકિટ આપશે: ઈસુદાન ગઢવી: જુઓ વિડીયો : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાથે ઉમેદવારોના લિસ્ટ બાબતે ચર્ચા થશે : ભાજપના નેતાઓના દીકરાઓને ચૂંટાવવા માટે ભાજપના કાર્યકર્તાઓનો ઉપયોગ થાય છે : ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ - બાપ બેટાની પાર્ટીઓને છોડો : ભાજપના કાર્યકર્તાઓને આમંત્રણ - AAPમાં આવો અને ચૂંટણી લડવામાં મજબૂત હશો તો ટિકિટ પણ આપીશું : કેજરીવાલજી સાથેની પ્રદેશની મિટિંગમાં ઉમરેઠની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા કરીશું: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનુ નિવેદન4:36 PM IST

માલેતુજારોની મદિરા પાર્ટીઃ ખાધું,‘પીધું',પકડાયા ને છુટી ગયા : ઉદ્યોગપતિએ બર્થડેની આગોતરી પાર્ટી આપીઃ આમંત્રીતો ‘હોંશે હોંશે' ગયા અને ‘મદહોશ' થયા, પણ પોલીસ ત્રાટકતાં ‘હોંશ ઉડી ગયા' : રાજકોટની સરાઝા હોટેલમાં ચીરાગ આનંદભાઇ પટેલે પોતાના જન્‍મદિવસ પહેલા યોજેલી પાર્ટીમાંથી તેના સહિત ૩૮ પીધેલા પકડાયાઃ જેમાં હોટેલના મેનેજર, બે કર્મી પણ સામેલઃ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયોઃ ૩૩ મહિલાઓ પણ પાર્ટીમાં હતીઃ જો કે કોઇએ પીધો ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું: છતાં હોસ્‍પિટલે લઇ જઇ બ્‍લડ સેમ્‍પલ લેવડાવાયાઃ હવે આગળની તપાસ માલવીયાનગર પોલીસ કરશે : ગયા હતાં મજા કરવા, થઇ ગઇ કજા....અમુકે હજુ ગળા ભીના કર્યા હતાં, અમુકને પેટ સુધી પહોંચી ગયો હતોઃ મહેફીલમાં રંગ જામુ, જામુ હતો ત્‍યાં ‘ખાખી'એ રંગ બતાવ્‍યો અને ‘મજા' મરી પરવારીઃ ટેબલ ક્‍લોથથી ચહેરા છુપાવવા પડયાઃ કાર્યવાહી બાદ જામીન પર છુટયા પછી પાછલા બારણેથી નીકળી ઘરે પહોંચવાની નોબત આવી2:24 PM IST