<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

સજજુ કોઠારીની મિલકતો પર બુલડોઝર ચલાવ્‍યા બાદ રાજકોટ પાસિંગ સહિત ૪ લક્‍ઝરી કાર કબજે

અમારો કોઈ વાળ વાંકો ન કરી શકે તેવું જાતે અને લોકો પણ માનતા તેવા સુરતના કુવિખ્‍યાત મોટા માથાઓની મિલકત પર બૂલડોઝાર અને ઓફિસ પર હથોડા ઝીંકાતા લોકો પણ આફ્રિન બન્‍યા : મને નહિ મારી આખી ટીમ યશની અધિકારી છે મને નહિ, ટીમને બિરદાવો, અનુપમસિહ ગેહલોત દ્વારા લોકોને નિખાલસ અપીલ : ૩૩ થી વધુ ગુન્‍હા અને બે વખત ગુજસીટોકનાં આરોપી વિરૂદ્ધ ૧૦૦ કલાકના અલ્‍ટીમેટમ પહેલા પણ dysp આર આર સરવૈયા ટીમે કાર્યવાહી કરેલ : મહારાષ્‍ટ્ર પોલીસ જેનો લોખંડી બંદોબસ્‍ત સાથે જેલમાંથી કબ્‍જો મેળવેલ તેવા અલ્‍તાફ પટેલના ઘેર ક્રાઇમ દ્વારા સર્ચ રાહુલ એપાર્ટમેન્‍ટનાં ત્રણ મકાનો પર હથોડા ચાલ્‍યાઃ ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રોજિયા, ડીસીપી રાજદીપસિંહ નકુમ વિગેરે ટીમને વિશેષ જવાબદારીઓ સુપ્રત

રાજકોટ, તા., ૩૧: ૧૦૦ કલાક પૂર્ણ થયા અને ધમધમાટ શરૂ થયો, સુરત પોલીસ માટે તો ગળહમંત્રી હર્ષ ભાઈ સંઘવી અને મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાયની સૂચના તો અનુપમસિહ ગેહલોત ટીમ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું છે.           

 મોટા માથાઓ અને અમારો વાળ પણ કોઈ વાંકો ન થાય તેવી વ્‍યાપક માન્‍યતા સમાજમાં ફેલાવનાર તત્‍વો વિરૂદ્ધ તેમના ગેર કાયદે કળત્‍યો માટે દરેક રીતે ઝપટે ચઢાવી લોકોમાં પોલીસ અસામાજિક તત્‍વોથી નીચે નહિ, હંમેશ ઉપર છે. આવો રાજકોટમાં જે રીતે સંદેશ આપવાની રણનીતિ ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍ત, ડીસીપી ભાવેશ રોજિયા, ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતના તમામ ડીસીપી સાથે બેઠક કરી અનુપમસિહ ગેહલોત દ્વારા ઘડી કાઢવામાં આવી. આખા સંકલનની જવાબદારી pcb પીઆઇ આર એસ સુવેરાને સુપ્રત કરવામાં આવેલ.              

કુ વિખ્‍યાત અને ડોન તરીકે જાણીતા સજ્જૂ કોઠારીની ગેર કાયદે મિલકત પર બુલડોઝર ફર્યું, આ પછી કુ વિખ્‍યાત સમીર માંડવાની ગેર કાયદે મિલકતો પર હથોડા ઝીંકાયા અને લોકો  પોલિસ કાર્યવાહી પર આફ્રિન પોકારી ઊઠયા.                      

મહારાષ્‍ટ્ર પોલિસે જેનો લાજપોર જેલમાંથી લોખંડી બંદોબસ્‍ત નીચે કબ્‍જો મેળવેલ તેવા અલ્‍તાફ પટેલના ઘેર ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા ટીમ પહોચી અને સર્ચ ઓપરેશન હાથ ધરતા ગાંધીનગર સુધી સુરત પોલીસ માત્ર આરંભે જ સુરી નથી.

અત્રે યાદ રહે કે ખૂબ ચર્ચાસ્‍પદ રાહુલ એપાર્ટમેન્‍ટનાં ત્રણ મકાનોનો કડૂસલો પણ  કાઢી નાખવામાં આવેલ છે.          

આવાસ યોજનામાં પોતાની ઓફિસ ખોલી નાખી સામાજિક  કાર્યકરનું  કુવિખ્‍યાત ફિરોઝખાને બોર્ડ લટકાવ્‍યાની માહિતી આધારે આ ઓફિસ પણ હથોડા ઝીંકાતા લોકો આર્ヘયચકિત બન્‍યા હતા.

આ દરમિયાન કુવિખ્‍યાત સજજુ કોઠારીની ગેરકાયદે મિલકત પર બુલ ડોઝર ચલાવ્‍યા બાદ તાજેતરમાં તેમના બંગલા બહાર ૪ શંકાસ્‍પદ લક્‍ઝરી કાર કે જેમાં એક કાર રાજકોટ ર્પાકિંગની છે, તે કબ્‍જે કરી કરી છે.

જેના પર ૩૩ ગુન્‍હાઓ દાખલ છે તેવા સજ્જુ કોઠારીની જે ચાર લક્‍ઝરી કાર મળી છે. તેમાં ક્રિસ્‍ટા કારનું સૂરતમાં રજીસ્‍ટ્રેશન છે. એક હરિયાણા પાસીંગ, એક વલસાડ પાસિંગની છે. રાજકોટ પાસિંગની કાર જેગ્‍યુઆર છે. ૩૩ ગુન્‍હા સાથે જેમના પર બે ગુજસીટોક છે તેવા આરોપી પર ૧૦૦ કલાક જેવું કોઈ અલટીમેટમ નહતું તેવા સમયે પણ હાલ કામરેજ dysp તરીકે ફરજ બજાવતા અને તત્‍કાલીન એસીપી ક્રાઇમ આર આર સરવૈયા ટીમ સાથે વીજ થાંભલા દ્વારા પ્રવેશી પકડી પાડેલ. રાજકોટ સહિતની ૪ લક્‍ઝરી કાર સજ્જુ પાડે વ્‍યાજના ચક્કરમાં કબ્‍જે થયેલ હોવાની આશંકા છે. આ બાબતે કોઈની ફરિયાદ આવ્‍યે અલગથી ગુન્‍હા દાખલ કરવા પોલીસ કમિશનર અનૂપમસિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે. વિવિધ વર્ગના લોકો આવી કાર્યવાહી માટે સીપી અનુપમસિહ ગેહલોતને અભિનંદન આપવા ગયા ત્‍યારે ખૂબ નમ્રતાથી સમગ્ર યશ સુરત શહેર પોલીસની ટોપ ટુ બોટમ ટીમને જતો જોવાનું જણાવી તેમને બીરદાવો તેવું  નિખાલસતાપૂર્વક જણાવેલ.(૪.૨૩)

(4:38 PM IST)