News of Monday, 31st March 2025
એપ્રીલ મહિનાના તહેવારોમાં ૪ લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને તુવેરદાળ-ચણા નહિ મળેઃ ભારે દેકારો
એપ્રીલ માટે પુરવઠાખાતાએ ફાળવણી કરી જ નથીઃ ૭૪ લાખ પરીવારોને ઘેરી અસર

રાજકોટ તા.૩૧: રાજ્ય સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા મારફત ગરીબ રાશનકાર્ડ ધારકોને દર માસે જે જથ્થો ફાળવવામાં આવે છે તેમાં નિયમિતતા ગુણવત્તા કે ધારા ધોરણની જાળવણી પાછળ લખલુંટ ખર્ચ કરવામાં આવતો હોવા છતા પણ હેતુ સરતો નથી ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા કલ્યાણકારી યોજના મારફત ખાંડ નમક ચણા તુવેર દાળ તેલ જેવી વિવિધ જણસીઓનુ વિતરણ રાહત દરે વખતોવખત વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારની જણસીઓમાં કોઈ ધારા ધોરણ કે નિયમિતતા જાળવવામાં આવતી નથી કયારેક ચણા આપવામાં આવે તો કોક મહિનો તુવેરદાળ આપવામાં આવે અને એ પણ ૫૦% ૬૦% કે ૭૦% ૮૦%ફાળવણી કરવામાં આવે જેથી બધા રેશનકાર્ડ હોલ્ડરોને પૂરતો જથ્થો ન મળતા અસંતોષ ફેલાય છે આવનારા એપ્રિલ માસ માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેરદાળની ફાળવણી કરવામાં આવેલી નથી માટે ગુજરાતના ૭૪ લાખ પરિવારો રાજ્ય સરકાર તરફથી રાહત દરે મળતા આ કઠોળની જણસીઓથી વંચિત રહેશે રાજ્ય સરકાર એક તરફ કુપોષણ સામે જંગ એવા ટાઈટલ હેઠળ વિવિધ સુપોષણ આપતી જણસીઓનું વિતરણ કરતી હોય છે અને આવી જણસીઓ કાર્ડ ધારકોને આપવામાં ગલ્લાતલા કરે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગમાં સરકાર શ્રી દ્વારા જન્માવેલી આશા ઠગારી નીવડે છે અને દુકાન ખાતે પૂરતો જથ્થો નહીં પહોંચાડવાથી કાર્ડ હોલ્ડરોને અને દુકાનદારોને વચ્ચે ગજગ્રાહ સર્જાય છે.
ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને અનાજ કઠોળ તેલ ખાંડ જેવી વિવિધ વસ્તુઓ મફત તથા રાહત દરે આપવા માટે સરકાર પોતાના સાધન સુવિધાથી માંડીને વ્યવસ્થાઓ કરવા પાછળ કરોડોનું આંધણ કરે છે પરંતુ અધિકારીઓથી લઇ અને કર્મચારી સુધી અપૂરતી ઈચ્છા શક્તિ ફરજ પ્રત્યે બેદરકારી અને ભ્રષ્ટાચાર જેવા વિવિધ કારણોથી સરકારનો આશય અધૂરો રહે છે અને પરિણામે પબ્લિકને પણ પીસાવું પડે છે.
રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લઈ ને તાત્કાલિક અસરથી પુરવઠાની ચેઈનને વધારે સશક્ત કરી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ વિવિધ એજન્સીઓને સજા કે દંડ કરીને વ્યવસ્થાને વધારે મજબૂત અને સુદ્રઢ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ જેથી શુપોષીત અને મજબુત ગુજરાતનુ નિર્માણ થઈ શકે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
