તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 31st March 2025
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી : નમાઝ બાદ વિશ્વ શાંતિ માટે દુઆ કરી

(ભરત શાહ દ્વારા )નર્મદા :મુસ્લિમ ધર્મનો પવિત્ર રમજાન માસ પૂરો થયા બાદ ઈદની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર દેશમાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ભવ્ય ઉજવણી કરાઇ હતી એકબીજાને ઈદની મુબારક બાદ પાઠવવામાં આવી હતી
રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની નમાઝ અદા કર્યા બાદ એકબીજાને ગળે મળીને મુબારક બાદ પાઠવવામાં આવી હતી ત્યારે નમાઝ બાદ વિશ્વ શાંતિ માટે દુઆ પણ કરવામાં આવી હતી
મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે ઇદનો દિવસ એ ઈનામનો દિવસ છે એક મહિનો બંદા ભૂખ્યા તરસ્યા રહી રોઝા રાખી પરવરદિગાર ની ઇબાદત કરે છે, પરવરદિગાર તરફથી ઈદનો દિવસ રોઝેદાર બંદા માટે ઈનામ નો દિવસ છે આ દિવસે એકબીજા પ્રત્યે ભેદભાવ ભૂલી જઈ મુબારક બાદ પાઠવવી જોઈએ.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
