<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

તિલકવાડા અને ગરુડેશ્વર પોલીસે અંગ્રેજી દારૂ નો મુદ્દામાલ ઝડપી ગુના દાખલ કર્યા

તિલકવાડા પોલીસે ખાનગી બસમાં લઈ જવાતા દારૂ સાથે એકને ઝડપી લીધો

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા અને ગરુડેશ્વર પોલીસે અંગ્રેજી દારૂનો મુદામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે
   પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસે ચેકીંગ દરમિયાન અલ્પેશભાઇ જીવણભાઇ તડવી (રહે. શીરા ફુલવાડી ફળીયુ તા. તિલકવા ડા જી.નર્મદા )નાઓએ દેવલીયા તરફથી ડભોઈ તરફ જતી એક ખાનગી બસ નંબર GJ-14-W-0879 ની લગેઝ બોક્ષ માં પોતાના કબ્જાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કૂલ કિમત રૂ.૧૩,૦૮૦ નો રાખી મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કર્યો હોય તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે
   જ્યારે ગરુડેશ્વર પોલીસે ચેકીંગ દરમિયાન કમલેશભાઇ બાશીયાભાઇ ડુંગરા ભીલ (મુળ રહે.કુકરદા તા.નસવાડી જી.છોટા ઉદેપુર હાલ રહે.પાણી સાદડીયા તા. ગરૂડેશ્વર જી.નર્મદા) ને પાણી સાદડીયા ગામની સીમમાં આવેલ તેના ઘરમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના સુપર સ્ટ્રોંગ ટીન બીયર નંગ.૧૧ કિંમત રૂપિયા ૧૬૫૦.નો પ્રોહી. મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદે રાખી રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવી ગુનો કરતા કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:36 PM IST)