<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ભારતની નારીઓએ દેશને સન્‍માન અપાવ્‍યું: માંડવિયા

રાજકોટ કન્‍યા ગુરૂકુલના ભૂમિદાતા વસંતભાઇ લીંબાસિયા સહિતના શ્રેષ્‍ઠીઓનું સન્‍માન ગુરૂકુલની વિદ્યાર્થીનીઓને મૂલ્‍યવાન શિક્ષણ મળશેઃ રાકેશભાઇ દુધાત સુરતના ન્‍યુ કતારગામમાં ડી.ડી. સ્‍પોર્ટસ સંકુલમાં નારીશકિત નવોદય સમારંભઃ મનસુખ માંડવિયા, હર્ષ સંઘવી, ગોવિંદભાઇ ધોળકિયા, પ્રફુલ પાનસેરિયા, ધીરૂભાઇ કોટડિયા વગેરેની હાજરીઃ સંતોના આશીર્વાદ સુરતના વરિયાવ ખાતે સ્‍વામિનારાયણ ગુરૂકુલ દ્વારા યોજાયેલ નારીશકિત નવોદય સમારોહ પ્રસંગે મંત્રીશ્રી મનસુખ માંડવિયા, શ્રી હર્ષ સંઘવી, શ્રી પ્રફુલ પાનસેરિયા, રાજયસભાના સભ્‍ય ગોવિંદભાઇ ધોળકિયા, ભૂમિદાતા વસંતભાઇ લીંબાસિયા, ધીરૂભાઇ કોટડિયા વગેરેની તસ્‍વીર.

સુરત તા. ૧: ન્‍યૂ કતારગામ વરિયાવ ખાતે ડી.ડી. સ્‍પોર્ટસ સંકુલમાં શ્રી સ્‍વામિનારાયણ કન્‍યા ગુરુકુલ તથા શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્‍ટ દ્વારા નારી શક્‍તિ નવોદય સમારોહ યોજાયો હતો.

ર્ંરાષ્‍ટ્રગીતના ગાનથી શરૂ થયેલ સમારોહના પ્રારંભે યુવા  ઉધ્‍યોગપતિ અને કન્‍યા ગુરુકુલના ટ્રસ્‍ટી શ્રી રાકેશભાઈ દુધાતે આવકારી શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સંસ્‍થાન પ્રેરિત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે ૧૮ વીઘામાં, ‘ત થા રાજકોટના રતનપર પાસે ૧૮ વીધામાં રૂપિયા ૧૪૦ કરોડ થી અધિક ખર્ચે નિર્માણ થઈ રહેલા કન્‍યા ગુરૂકુલની માહિતી આપી હતી ને કહ્યું હતું કે આ ગુરુકુલ માં ભણનારી દીકરીઓ ને અભ્‍યાસ સાથે રાષ્‍ટ્રસેવા, ભારતીય સંસ્‍કળતિક મૂલ્‍યવાન શિક્ષણ મળશે જે એ વિદુષી નારીઓ  ભવિષ્‍ય માં આપણા રાષ્‍ટ્ર અને વિશ્વને નેતળત્‍વ પ્રદાન કરશે.

કન્‍યા ગુરુકુલના ટ્રસ્‍ટી શ્રી લાલજીભાઈ પટેલે કહ્યું હતું કે કન્‍યા ગુરુકુલમાં

૧૫૦૦ જેટલી દીકરીઓ અભ્‍યાસ કરી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં હોસ્‍ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્‍ધ થશે. જેનો લાભ જૂન ૨૦૨૬ થી શરૂ થશે

ગળહ રાજ્‍ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે  ધર્મજીવન લોકસેવા ટ્રસ્‍ટે ૩૫૦૦ દીકરીઓને સ્‍વર્નિભર બનાવી ઘરમાં ખુશાલી લાવવાનું કાર્ય કર્યું છે. જ્‍યારે શ્રી સ્‍વામિનારાયણ કન્‍યા ગુરુકુલ દ્વારા દીકરીઓ વધુ સંસ્‍કારી અને ભણતર પ્રાપ્ત કરી શકશે. એનાથી રાષ્‍ટ્ર વધુ શક્‍તિશાળી બનશે.

શ્રી સ્‍વામિનારાયણ કન્‍યા ગુરુકુલ તથા ધર્મજીવન લોકસેવા ટ્રસ્‍ટનો વિચાર પ્રદાન કરનાર વેડરોડ  ગુરુકુલના મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ આશીર્વાદ પાઠવતા હતું કે અમારા ગુરુદેવ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીના સંકલ્‍પથી કન્‍યા ગુરૂકુલનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુકુલમાં વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યા પાઠ શીખી દીકરીઓ સુસંસ્‍કારી બની પરિવારનું ગૌરવ વધારશે.

ધર્મજીવન લોકસેવા ટ્રસ્‍ટના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલે કહ્યું હતું કે અમારા ઉત્‍સાહી યુવા ટ્રસ્‍ટીઓના સહયોગથી છેલ્લા પાંચ વર્ષમાં ૩૫૦૦ બહેનોને સ્‍વનિર્ભર બનવા વિવિધ કલાસો ચલાવ્‍યાછે પરિણામે દરેક બહેનો મહિને ૧૫,૦૦૦ હજારથી ૪૦,૦૦૦ હજાર સુધીની આજીવિકા કમાઈને પગભર બન્‍યા છે. ભવિષ્‍યમાં ૫૦ પરચાસ હજાર બહેનો આત્‍મનિર્ભર બની શકે તેવા પ્રસાયો કરાઈ રહ્યા છે.

કેન્‍દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું હતું કે ધર્મજીવન લોકસેવા ટ્રસ્‍ટે ૩૫૦૦ દિકરીઓને સ્‍કિલ ડેવલેપમેન્‍ટની તાલીમ આપી છે. ભવિષ્‍યમાં ૫૦ હજારને તૈયાર કરશે. દેશની નારીઓએ દેશને સન્‍માન અપાવ્‍યું છે. નારી સન્‍માન એ આપણો સ્‍વભાવ અને સંસ્‍કાર છે. માતળશક્‍તિના નિર્માણ માટે દાતાઓએ દાન આપ્‍યું છે એ અભિનંદનીય છે. સુરતની ધરતી પર દીકરીઓ માટે નિર્માણ થઈ રહેલ શ્રી સ્‍વામિનારાયણ કન્‍યા ગુરુકુલના નિર્માણ દ્વારા વિદ્યા, સદ્દવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો સંગમ રચાશે.

      આ પ્રસંગે રાજ્‍યસભાના સાંસદ અને શ્રી સ્‍વામિનારાયણ કન્‍યા ગુરુકુલના મુખ્‍યદાતા શ્રી ગોવિંદભાઈ ધોળકીયા, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, શિક્ષણ મંત્રી શ્રી ફુલભાઈ પાનસેરીયા,જમીનદાતા શ્રી ધીરૂભાઈ કોટડીયા, રાજકોટમાં કન્‍યા ગુરુકુલના જમીન દાતા વૃંદાવન ડેરીવાળા શ્રી વસંતભાઈ લીંબાસીયા, કિરણ હોસ્‍પિટલના મુખ્‍યદાતા શ્રી વલ્લભભાઈ લાખાણી, પાટીદાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ શેટા, શ્રી તુલસીભાઈ ધોળકીયા, જીવરાજભાઈ ગાબાણી, પદ્મ શ્રી મથુરભાઈ સવાણી, કેશુભાઈ ગોટી, મનહરભાઈ સાસપરા, નાગજીભાઈ સાકરીયા ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ વાઘાણી, વિનુભાઈ મોરડીયા, પૂર્ણેશભાઈ મોદી, તેમની સુરત જિલ્લા પોલિસ કમિશનરશ્રી અનુપમ ગેહલોત વગેરે મોટી સંખ્‍યામાં સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહેલ.

     દાતાશ્રીઓ, સમાજ શ્રેષ્ઠીઓ તથા મહિલાઓને રાજકીય મહાનુભાવોના હસ્‍તે શિલ્‍ડ અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્‍થિત ૮,૦૦૦ ભાવિકોએ ભોજન પ્રસાદ લીધેલ હતો. તેમ પ્રભુ સ્‍વામી જણાવે છે.

(3:09 PM IST)