News of Tuesday, 1st April 2025
દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો :સુરત.નવસારી ,વલસાડ, મહીસાગરમાં વાતાવરણ વાદળછાયું બન્યું

સુરત : હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ઠેકઠેકાણે માવઠું થવાની પુરેપુરી શક્યતા છે. આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદો માહોલ છવાયો છે. સુરત જિલ્લામાં વાતાવરણ પલટો આવતા ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં વરસાદી ઝાંપટા શરૂ થયા છે. ખાસ કરીને સુરતમાં દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં આવેલા ગામોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જેમાં મોર, ભગવા જીણોદ સહિતમાં ગામોમાં માવઠુ થતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, મહીસાગરમાં વાતાવરણ વાદળછાયું બન્યુ છે. વાદળછાયું વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતી સેવાઇ રહી છે. જો માવઠું થશે તો કેરીના પાકને નુકસાન થઇ શકે છે. આજે અને આવતીકાલ ઉપરાંત બુધવારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ થવાની પુરેપુરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, સાથે જ આ સમયે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાશે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
