<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

અમદાવાદ ગાંધીરોડ પર દરોડા : 9 લાખથી વધુની ઈ સિગારેટ અને વેપ ઝડપાઇ

અરિહંત ગિફ્ટ અને કોચેઇન નામની દુકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : 9.34 લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદના કાલુપુરમાં SMCએ દરોડા પાડ્યા. કાલુપુરના ગાંધીરોડ ખાતેની અરિહંત ગિફ્ટ અને કોચેઇન નામની દુકાનમાં દરોડા પાડ્યા છે, આ  દરોડા દરમિયાન અરિહંત નામની દુકાન માંથી ગેરકાયદેસર E-સિગારેટ નો જથ્થો પકડી પાડવામાં આવ્યો. ગેરકાયદેસર E-સિગારેટ ક્યાંથી લવાય તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી  છે

દરમિયાન મળતી વિગત મુજબ દરોડા દરમિયાન 9 લાખથી વધુની ઈ સિગારેટ અને વેપ ઝડપાઇ છે અરિહંત ગિફ્ટ અને કોચેઇન નામની દુકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન રોકડ મોબાઈલ સહીત 9.34 લાખનો મુદામાલ જપ્ત  કરાયો છે

(2:02 PM IST)