<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ગુજરાત સરકારના ૪ સનદી અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો

ભાવનગર જિલ્લામાં કલેક્‍ટર પદનો વધારાનો હવાલો ડીએમ સોલંકીને સોપાયો ભાવનગર મહાનગરપાલિકામાં નવા મ્‍યુનિસિપલ કમિશનર તરીકે હનુલ ચૌધરી

ગાંધીનગર,તા.૧: ગુજરાત સરકારે નિવળત્ત થયેલા અધિકારીઓના સ્‍થાને નવી નિમણૂંકો અને અધિકારીઓની બદલીઓની જાહેરાત કરી છે.

વલસાડ જિલ્લા કલેક્‍ટર તરીકે અતીરાગ ચપલોટને વધારાનો હવાલો સોપાયો

શ્રી અતિરાગ ચપલોટ, આઇએએસ (આરઆરઃ ગુજરાતઃ૨૦૧૯), જેઓ હાલમાં વલસાડના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે ફરજ બજાવે છે, તેમને આગળના આદેશ સુધી વલસાડના કલેક્‍ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્‍યો છે. આ નિમણૂંક શ્રી એન.એન. દવેની નિવળત્તિ બાદ કરવામાં આવી છે.

શ્રી ડી.એમ. સોલંકી, આઇએએસ (એસસીએસઃગુજરાતઃ૨૦૧૩), જેઓ હાલ ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે કાર્યરત છે, તેમને આગળના આદેશ સુધી ભાવનગરના કલેક્‍ટર પદનો વધારાનો હવાલો સોંપાયો છે. આ નિર્ણય શ્રી આર.કે. મહેતાની નિવળત્તિને પગલે લેવાયો છે.

ગુજરાત પ્રોવિન્‍સિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (જીપીએમસી) એક્‍ટ ૧૯૪૯ની કલમ ૩૯ હેઠળ, શ્રી હનુલ ચૌધરી, આઇએએસ (આરઆરઃગુજરાતઃ૨૦૧૯), જેઓ હાલ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે, તેમને ભાવનગર મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે. આ નિમણૂંક આગળના આદેશ સુધી રહેશે અને શ્રી આર.કે. મહેતાને તેમના વધારાના હવાલામાંથી મુક્‍ત કરવામાં આવ્‍યા છે. વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનરનો વધારાનો હવાલો કે પી જોશીને સોપાયો

શ્રી કે.પી. જોષી, આઇએએસ (એસસીએસઃગુજરાતઃ૨૦૨૧), જેઓ હાલ વડોદરા મહાનગરપાલિકાના નાયબ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત છે, તેમને આગળના આદેશ સુધી વડોદરાના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્‍યો છે. આ નિમણૂંક શ્રી એસ.પી. ભગોરાની નિવળત્તિ બાદ કરવામાં આવી છે.

આ તમામ નિમણૂંકો અને બદલીઓ ગુજરાત સરકારના વહીવટી હિતમાં તાત્‍કાલિક અમલમાં મૂકવામાં આવી છે.(૪૦.૨૬)

(4:28 PM IST)