News of Tuesday, 1st April 2025
ડીસા માર્કેટયાર્ડમાં નવી તમાકુની આવક :બોરીના ઢગલે -ઢગલા:સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ
ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુની 45,519 બોરીની આવક સાથે 2551 રૂપિયા પ્રતિ 20 કિલોનો ભાવ મળ્યો: ખેડૂતોમાં ખુશીનો માહોલ

ડીસા માર્કેટ યાર્ડમાં વિવિધ પાકોની નોંધપાત્ર આવક જોવા મળી હતી. ઉત્તર ગુજરાતનું આ બીજા નંબરનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે, જ્યાં બનાસકાંઠા અને રાજસ્થાનના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ વેચવા આવે છે. ડીસા માર્કેટ યાર્ડમાં આજે એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરુ, વરિયાળી, ઇસબગુલ, ચણા, અને તમાકુ જેવા પાકોની આવક નોંધાઈ હતી.
આજના દિવસે તમાકુની સૌથી વધુ 45,519 બોરીની આવક થઈ હતી, જેમાં પ્રતિ 20 કિલોનો ભાવ 2551 રૂપિયા બોલાયો. 5401 બોરીની આવક સાથે પ્રતિ 20 કિલોના 1136 રૂપિયાનો ભાવ બોલાયો હતો. બાજરીની 651 બોરીની આવક સાથે પ્રતિ 20 કિલોના 576 રૂપિયાનો ભાવ મળ્યો હતો.
એરંડાની 770 બોરીની આવક થઈ અને તેનો ભાવ પ્રતિ 20 કિલોના 1240 રૂપિયા બોલાયો હતો. રાજગરાની 5005 બોરીની આવક થઈ અને તેની કિંમત પ્રતિ 20 કિલોના 1125 રૂપિયા રહી. ઘઉંની 1318 બોરીની આવક અને તેનો ભાવ પ્રતિ 20 કિલોના 655 રૂપિયા રહ્યો હતો
(7:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
