News of Tuesday, 1st April 2025
ડીસા ફટાકડા ફેકટરીમાં અગ્નિકાંડ :ફરાર થયેલા ગોડાઉન માલિક દીપક મોનાણીને પોલીસે ઈડરથી દબોચી લીધો
દુર્ઘટના બન્યા બાદ સમગ્ર પરિવાર ઘર છોડી ફરાર થયો હતો: પોલીસે શોધખોળ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી દીપક મોનાણીની ઝડપી લીધો

ડીસા ફટાકડા ફેકટરીમાં અંગ્નિકાંડ મામલે પોલીસે ફરાર થયેલા ગોડાઉન માલિક દીપક મોનાણીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ઈડરથી ગોડાઉન માલિક દીપક મોનાણીને ઝડપી પાડ્યો છે અને તેની વિરૂદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટ કેસમાં 20 જેટલા લોકોના મોત થયા છે અને રાજ્યભરમાં આ દુર્ઘટનાના પડઘા પડ્યા છે.
ડીસા આગ કેસમાં ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પૂણ્યનગરી સોસાયટીમાં આરોપીનો પરિવાર રહેતો હતો અને આ દુર્ઘટના બન્યા બાદ સમગ્ર પરિવાર ઘર છોડી ફરાર થયો હતો, જો કે પોલીસે શોધખોળ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી દીપક મોનાણીની ઝડપી લીધો છે. આરોપી દીપક મોનાણી ઈડરથી ઝડપાયો છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
