News of Tuesday, 1st April 2025
SOU ના ગાઈડ મિત્રો અને હોમ સ્ટે ચલાવતા મિત્રોને જરૂરી તાલીમ અપાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : Tata strive skill center દ્વારા ગાઈડ મિત્રો અને હોમસ્ટે ચલાવતા મિત્રોને પ્રવાસીઓ ની સુવિધાઓ આવકાર અંગે તાલીમ આપવામાં આવી. આ RPL (recognition prior learning) પ્રોગ્રામ અંતર્ગત છ દિવસીય નિશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ તાલીમ દરમિયાન ગાઈડ મિત્રોને પ્રવાસીઓ સાથે કઈ રીતે વાણી વ્યવહાર કરવો તેમજ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સંપૂર્ણ માહિતગાર કઈ રીતે કરવા વગેરે વિષયો પર માહિતગાર કરવામાં આવ્યા, સાથે જ એકતાનગર વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હોમ સ્ટે ચલાવતા મિત્રોને જાળવણીથી લઈને તેમાં આવતા પ્રવાસીઓ સાથે કઈ રીતે વાણી વ્યવહાર કરવો તેમજ શું સગવડો પૂરી પાડવી એ તમામ વિશેની તાલીમ આપવામાં આવી, આ તાલીમ દરમિયાન તમે તમારા હોમમાં પ્રવાસીઓને કઈ રીતે રાખી શકો છો જેવા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તાલીમ પૂર્ણ થયે તમામ તાલીમમાં ભાગ લેનાર મિત્રોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
