<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 500 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 17 યાર્ડના ભાવ

ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 12,789.10 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 12,789.10 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 500 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 290 રૂ. અને નીચો ભાવ 85 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સુરતમાં 460 રૂ., આણંદમાં 400 રૂ., અમદાવાદમાં 380 રૂ., ભરૂચમાં 360 રૂ., મહેસાણામાં 340 રૂ., ગોંડલમાં 276 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 12,789.10 ટન ડુંગળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)ભાવનગર9132.65રાજકોટ2608.4અમદાવાદ487.2સુરત360ભરૂચ51.75દાહોદ44.95મહેસાણા38.4મોરબી20પોરબંદર16.2વડોદરા9.3આણંદ8.65કચ્છ8નવસારી3.6કુલ આવક12,789.10

કયા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવખંભાત300500સુરત140460આણંદ200400ભુજ200400બીલીમોરા160400પાદરા300400અમદાવાદ280380ભરૂચ260360દાહોદ40360મહેસાણા100340મોરબી100320ભાવનગર120301પોરબંદર200300રાજકોટ85290ગોંડલ81276મહુવા130274જેતપુર81186

(12:21 AM IST)