<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અમદાવાદના પ્રહલાદનગરમાં ફરી શરૂ થશે એમ્યુઝમેન્ટ પાર્ક: સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી :જાણો ટિકિટના ભાવ

પ્રહલાદનગર એમ્યુઝમેન્ટ પાર્કમાંથી કોન્ટ્રાક્ટરને થનાર આવકમાંથી AMCને અગાઉ 23 ટકા રેવન્યુ શેરીંગમાં ત્રણ ટકાનો વધારો કરીને 27 ટકા રેવન્યુ શેરિંગ સાથે શરૂ કરવાની પરવાનગી

અમદાવાદ મહાનગર પાલીકા દ્વારા શહેરના દક્ષિણ - પશ્ચિમ ઝોનમાં પ્રહલાદનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે અને આ એમ્યૂઝમેન્ટ પાર્ક PPP ધોરણે ટૂંક સયમમાં ફરીથી શરૂ કરવામાં આવશે. પ્રહલાદનગર એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. 14 વર્ષથી ઉપરના માટે રૂપિયા 30 અને 14 વર્ષથી નીચેના માટે રૂપિયા 20 ટિકિટ દર રાખવામાં આવ્યો છે.

પ્રહલાદનગર એમ્યુઝમેન્ટ પાર્કમાંથી કોન્ટ્રાક્ટરને થનાર આવકમાંથી AMCને અગાઉ 23 ટકા રેવન્યુ શેરીંગમાં ત્રણ ટકાનો વધારો કરીને 27 ટકા રેવન્યુ શેરિંગ સાથે શરૂ કરવાની પરવાનગી આપતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા પ્રહલાદનગરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કની તમામ રાઈડ્સની ચકાસણી કરાવવાની રહેશે અને પરવાનગી લેવાની રહેશે અને તેના લાઇસન્સ તેમજ સર્ટિફિકેટ મળ્યા બાદ આ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરી શકાશે. એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટે નાગરિકો, મશીનરી વગેરેનો વીમો પણ લેવો પડશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMC દ્વારા નાગરિકોને મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા અને વસ્ત્રાપુર ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યા છે. આ સુવિધામાં વધારો કરવાના ભાગરૂપે શહેરના પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક ફરીથી શરૂ કરવાનું નિર્ણય લીધો છે. ગત વર્ષના સ્ટેન્ડિંગ ઠરાવ મુજબ નક્કી કરેલા ટિકિટ દરરોજ યથાવત રાખીને 1 વર્ષ માટે એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્કની તમામ રાઈડ્સની ચકાસણી અને પરવાનગી કોન્ટ્રાક્ટર દ્વારા લેવાની રહેશે.

(1:47 PM IST)