News of Friday, 4th April 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
ઈફ્કો પ્લાન્ટનના કાર્યક્રમમાં સહભાગી થશેઃઅમિત શાહ ઈફ્કોના બીજ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઈફ્કો પ્લાન્ટમાં સીડ રિસર્ચ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે

અમદાવાદ, તા.૪
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં યોજાશે. આવતીકાલે મોડી રાત્રે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી અમિત શાહ તેમના નિવાસસ્થાન અમદાવાદના થલતેજ ખાતે તેમના નિવાસસ્થાને રાત્રિ રોકાણ કરશે. જેથી તેમના આગમનને લઈને અત્યારથી તડામાર તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે.
રવિવારે એટલે કે ૬ એપ્રિલના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કલોલના ઈફ્કો પ્લાન્ટની ૫૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થવાના છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના માત્ર ૧ દિવસીય પ્રવાસમાં ૧૦ વાગે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સેક્ટર અંતર્ગત આયોજિત કલોલ સ્થિત ઈફ્કો પ્લાન્ટની ૫૦ વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે.
ઈફ્કોના પ્રથમ યુરિયા પ્લાન્ટના સુવર્ણ જયંતી મહોત્સવ સમારોહ ઉપરાંત ઈફ્કોના બીજ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઈફ્કો પ્લાન્ટમાં સીડ રિસર્ચ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. ઈફ્કો ખાતે આયોજિત સમારોહમાં રાજ્યભરના ખેડૂતોની ઉપસ્થિતિમાં ઈફ્કોના પ્લાન્ટમાં સુવર્ણ જયંતી સમારોહનું આયોજન થઈ રહ્યું છે. ૬ એપ્રિલના ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપના કાર્યકરો ૬ એપ્રિલે ઉજવણી દેશભરના ભાજપના કાર્યકરો સ્થાપના દિવસની ઉજવણી કરતા હોય છે. ત્યારે ભાજપના કાર્યકરો પણ ૬ એપ્રિલને ભાજપના સ્થાપના દિનની ઉજવણી પોતાના ઘરે ભાજપના ધ્વજ લગાવીને ઉજવણી કરે તેવા કાર્યક્રમ રૃપરેખા ઘડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ પોતાના નિવાસસ્થાને ભાજપના ધ્વજ લગાવીને ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવાના છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમના આ પ્રવાસ દરમિયાન અમિત શાહ સંગઠન અને રાજકીય બેઠકોમાં ભાગ લઈ શકે છે. આમ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં ઈફ્કોના કાર્યક્રમ અને ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પણ પોતાના નિવાસસ્થાને ધ્વજારોહણ કરીને ઉજવણી કરશે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
