તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 5th April 2025
અમદાવાદના મેઘાણીનગરમાં ત્રણ માસના શિશુનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યો :અનેક તર્કવિતર્ક
મૃતકના માતા-પિતા, ઉત્તર પ્રદેશના રહેવાસી: પિતા દિલીપ અને માતા કરિશ્મા વાઘેલા છેલ્લા છ મહિનાથી અમદાવાદમાં રહે છે:માતા-પિતા અને દાદી સાથે પૂછપરછ :ઘટનામાં જાદુટોણા સાથે સંકળાયેલા હોવાની શંકા

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ત્રણ માસના શિશુ ખ્યાલ વાઘેલાનો મૃતદેહ તેમના નિવાસસ્થાનની પાણીની ટાંકીમાં મળી આવ્યો છે. મૃતકના માતા-પિતા, ઉત્તર પ્રદેશના રહેવાસી પિતા દિલીપ અને માતા કરિશ્મા વાઘેલા, છેલ્લા છ મહિનાથી અમદાવાદમાં રહે છે.
માતા કરિશ્માએ સવારે 7 વાગ્યે ખ્યાલના ગુમ થવાની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા, ત્યારે હ્યુમન સોર્સના આધારે ઘરની શોધ દરમિયાન બાળકનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં માતા-પિતા અને દાદી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ઘટનામાં જાદુટોણા સાથે સંકળાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
આ ઘટના અગાઉ મેઘાણીનગરમાં બનેલી અન્ય હૃદયદ્રાવક ઘટનાઓની યાદ અપાવે છે. 2019માં, 20 દિવસની બાળકીની ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જે સોસાયટીમાં હિંસક પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
